________________
%
જન્મમરણને વિરહકાળ ૧૨ મુહૂત્ત કહ્યો છે, તે કારણથી અપર્યાપ્ત મનુષ્યો એટલા કાળ સુધી મનુષ્ય ક્ષેત્રમાં વર્તતા ન હોય. તથા દેવ નારક આદિ ગતિમાં અને વિકલેન્દ્રિમાં કેટલાક વિશેષ ભેદરૂપ જીવરાશિઓને વિરહકાળ જે કે કહો છે તે પણ અહિં મૂળ જીવરાશિની અપેક્ષાએ તેને અભાવ ગણ્યા નથી. તે તિ મવસ્થિતિ કાઢ: II ર૧૨ા
કે વાયરિથતિ જા | અવારપાંચમા કાળ અનુયોગ ના ત્રણ વિભાગમાં પ્રથમ ભાવસ્થિતિકાળ કહીને હવે જીવસમાસમાં કાયસ્થિતિકાળ આ છે ગાથાથી પ્રારંભીને કહેવાય છે... - एक्केक्कभवं सुरनारयाओ तिरिया अणंतभवकालं। पंचिंदिय तिरियनरा, सत्तः भवा भवम्गहणे॥
નાણા–ભવગ્રહણની અપેક્ષાએ (ભવની ગણત્રી ગણીએ તો) દેવ અને નારકને કાયસ્થિતિકાળ એકેક ભવપ્રમાણ છે, તિર્યંચગતિને કાયસ્થિતિકાળ અનંતભવપ્રમાણ છે, તથા પંચેન્દ્રિય તિર્યંચ ને મનુષ્યને કાયસ્થિતિકાળ સાત આઠ ભાવ પ્રમાણ છે. જે આ ભાવાર્થ- અહિં કાય એટલે નિકાય અથવા તજજાતીય સમુદાય, જેમ પૃથ્વીકાય આદિ અથવા દેવનિકાય આદિ. તે એકજ નિકાયમાં વારંવાર ઉપજવાને કાળ તે કાયસ્થિતિકાળ કહેવાય. ત્યાં દેવ મરણ પામીને પુનઃ તરતજ બીજા ભવમાં દેવ ન થાય અને નારક, તરતજ બીજા ભવમાં નારક ન થાય જેથી દેવના ને નારકના બે ભવ લગેલગ થતા નથી પરંતુ એકજ ભવ પામીને દેવ તથા નારક બીજા ભવે તિર્યંચ વા મનુષ્ય મનુષ્ય થાય છે માટે દેવ નારકને કાયસ્થિતિકાળ ૧ ભવ જેટલું છે. અથવા દેવ નારકને વ્યવસ્થિતિકાળ છે પણ કાયસ્થિતિકાળ નથી એમ કહીએ તે ચાલે, અથવા દેવ નારકને જે ભવસ્થિતિકાળ તેજ તેને કાયસ્થિતિકાળ છે એમ કહીએ તો પણ ચાલે. તથા તિર્યંચમાં એકેન્દ્રિય છે અનન્ત અવસર્પિણી ઉત્સર્પિણી કાળ