________________
રહી મરણ પામે તો અનુત્તર દેવપણામાં અવિરતિગુણુ પામે છે તેથી મરણના કારણુથી એક સમયકાળ છે, અને જે
મરણ ન પામે તે ઉત્કૃષ્ટથી અન્તમું સુધી અપૂર્વમાં રહી અનિવૃત્તિમાં જાય, ત્યાં પણ અન્તમું રહી અનિવૃત્તિમાંથી સૂર [ સંપાયમાં નય; ત્યાં પણ અન્તમ રહી ઉપશાન્તમ ૧૧મા ગુણ૦માં જાય, અને ત્યાં પણ્ અન્નમુ૦ ૨હી પુન: પતિત છે. થઈ ૧૦મે આવી અન્તર્મ રહી ૯મે આવી, ત્યાં પણ અન્તમું રહી આઠમે આવી, ત્યાં પણ અન્તમું રહી સામે આવી ત્યાં પણ અન્નમુo રહી છકે આવી છઠ્ઠા સાતમામાં સેંકડો વાર ગત્યાગતિ કરે છે. એ પ્રમાણે એ ચાર ગુણસ્થાને ઉ૦ અન્તર્મુ-કાળ ચઢતાં ને ઉતરતાં હોય છે, એ ચઢવા ઉતરવામાં તે એ ચારેને પ્રત્યેકને અન્તમુ કાળજ હોય છે, પરંતુ ન્યૂન કાળ હોય નહિં. ચઢતાં વા ઉતરતાં એ ચારને ૧ સમય વા બે સમય ઈત્યાદિ કાળ હોય તે મરણ પામવાથીજ હોય છે. એ એક જીવાશ્રિત કાળ કહ્યો. અને અનેક જીવાશ્રિત વિચારીએ તે પણ ઉપશમશ્રેણિને સમગ્ર કાળ એક જીવઆશ્રયી તેમજ અઢી દ્વીપમાં અનેક જીએ કરેલી અનેક ઉપશમશ્રેણિ એને સમુદિત-સમગ્ર નિરન્તરકાળ પણ અન્તર્મુથી અધિક નથી, માટે અનેક જીવાશ્રિત કાળ પણ અન્તમું છે. તથા અનેક છે સમકાળે ઉ૫૦શ્રેણિ પ્રારંભીને ૧ જ સમય બાદ સર્વ સમકાળે મરણ પામે તે અનેક જીવઆશ્રયી પણ એ પ્રત્યેક ગુણસ્થાનમાં જધન્ય સમય કાળ છે. ૨૨પા
અવતરણ –એ પ્રમાણે ૧૪ ગુણસ્થાનને એક જીવાશ્રિત તથા અનેક જીવાશ્રિત જધન્ય ઉત્કૃષ્ટ કાળ કહીને હવે નરકાદિ ગતિઓમાં સંભવતાં ગુણસ્થાને કાળ જે કંઈ વિશેષતાવાળે છે તે કહેવાય છે— 2 मिच्छा भवट्टिईया, सम्मं देसूणमेव उक्कोसं । अंतोमुहुत्तमवरा, नरएसु समा य देवेसु ॥२२६॥
જાથા–નરકગતિમાં મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ તેની ભવસ્થિતિ જેટલી છે, અને સમ્યકત્વની ઉત્કૃષ્ટસ્થિતિ ભવસ્થિતિથી