________________
-
-
માવાર્થતિર્યંચગતિની કાયસ્થિતિ અસંખ્યાત પગલપરાવર્ત પ્રમાણુ આ ગ્રંથમાંજ જીવની કાયસ્થિતિ પ્રસંગે કહી છે તે કાયસ્થિતિ એટલે જ મિથ્યાત્વને કાળ (અસંખ્ય પુગલપરા૦ જેટલે અનન્તકાળ) તિર્યંચગતિમાં કહ્યા છે. તથા મનુષ્યગતિની
કાયસ્થિતિ પૂર્વે સાત પૂર્વક્રોડ વર્ષાધિક ૩ પલ્યોપમ પ્રમાણુ કહી છે, માટે મનુષ્યગતિમાં મિથ્યાત્વને કાળ પણ ૭પૂર્વકોડ ની વર્ષાધિક ૩ પલ્યોપમ છે. તથા તિર્યંચગતિની ને મનુષ્યગતિની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ૩ પલ્યોપમ છે માટે એ બે ગતિમાં સમ્યકત્વને કાળ ૩ પલ્યોપમ છે, તે આ પ્રમાણે-પ્રથમ દેવકુરૂ ઉત્તરકુરૂ ક્ષેત્રના યુગલિક તિર્યંચ વા મનુષ્યનું ૩ પલ્યોપમ આયુષ્ય બાંધીને ત્યારબાદ ક્ષાયિક સમ્યકત્વ પામે છે તે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવકુરૂ ઉત્તરકુરૂમાં ૩ પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળે યુગલિક થાય તે અપેક્ષાએ સમ્યકત્વને કાળ એ ગતિમાં ૩ પલ્યોપમ પ્રમાણ છે, પરંતુ ક્ષયોપશમ સમ્યકત્વની અપેક્ષાએ એટલે કાળ નથી, કારણ કે ક્ષયોપશમ સમ્યકત્વ સહિત તે વૈમાનિકમાંજ ઉત્પન્ન થાય છે, અને તદ્દભવ સંબંધિ ક્ષ૫૦ સમ્યકત્વ તે | પર્યાપ્ત અવસ્થામાં જ ઉત્પન્ન થાય છે, પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં થતું નથી, અને એ પ્રમાણે યુગલિકોને જે ક્ષયપસમ્યકત્વને IQ કાળ ગણીએ તે અપર્યાપ્ત અવસ્થા બાદ કરતાં દેશોન ૩ પપમ પ્રમાણ થાય છે, પરંતુ પૂર્ણ ૩ પલ્યોપ્રમાણુ થતું નથી. તે કારણુથો સંપૂર્ણ ૩ ૫૫મકાળ ક્ષાયિક સમ્યકત્વની અપેક્ષાએજ હોય છે. [તાત્પર્ય એ આવ્યું કે-યુગલિકમાં ઉત્પન્ન થત જીવ ક્ષાયિક સમ્યકત્વ સહિત ઉત્પન્ન થાવ, અથવા મિથ્યાત્વ સહિત ઉત્પન્ન થાય પરંતુ ક્ષયે પશમાદિ સમ્યક્તવ સહિત ઉત્પન્ન ન થાય]
પ્રશ્ન-તિર્યંચો ક્ષપકશ્રેણિ આરંભતા નથી તેથી તદ્દભવ ક્ષાયિક સમ્યકત્વના અભાવે પારભવિક સમ્યકત્વને સ્થિતિકાળ ભવસ્થિતિ તુલ્ય હોય છે તે બરાબર છે, પરંતુ મનુષ્યગતિમાં તે કર્મભૂમિ મનુષ્ય વડે ક્ષપકશ્રેણિ પ્રારંભાય છે ને ક્ષાયિકસભ્યત્વ | પામી અકર્મભૂમિના મનુષ્યગતિમાં પણ ઉત્પન્ન થાય એમ તમેએ કહ્યું છે તે કર્મભૂમિ મનુષ્યભવમાં તદ્દભવ ક્ષાયિકસમ્યકત્વ
-
-
-
-