________________
સાધુએ અને હવે તેમજ હિંસક કાંતિઃ
શ્રી. દેવજીભાઈ: “ગાંધીજીની હયાતીમાં તેમણે સર્વાગીક્રાંતિ જરૂર સિદ્ધ કરી, પણ તેઓ સાધુ ન હોવાના કારણે એ સર્વાગીક્રાંતિ આગળ ન ચાલી કારણ કે તેમના સાથીઓ ગૃહસ્થાશ્રમી હતા અને તેમને એક મર્યાદા હોય છે. તેમના ત્યાગી સાથીઓ પણ સત્તા આવતાં સત્તાધીન કે સાલીન બન્યા.
શ્રી. બળવંતભાઈ: “આપણે ગાંધીજીની વાત બાજુએ મૂકીએ પણ સ્વરાજ્યના મંડાણુ વહેલાં થયાં. તે વખતે સાધુઓએ પિતાની મર્યાદામાં રહીને શા માટે સાથ ન આપો ?”
શ્રી. માટલિયા : “સ્વામી શ્રદ્ધાનંદ તે સીધા ભળ્યા હતા. તેમજ સ્વામી વિવેકાનંદ સ્વામી રામતીર્થ, મહર્ષિ દયાનંદ વ. સન્યાસીઓએ ગાંધીજીની સર્વાંગી ક્રાંતિ માટે પાયો તો ખેદી જ નાખ્યો હતું. એટલે એ સંસ્થા ઉપયોગી છે અને તેને લોકો ઉપર જબ્બર નૈતિક પ્રભાવ છે. છતાં આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે સ્થાપિત હિતે એક તરફથી સાધુસંસ્થા અને સંસ્કૃતિને ખતમ કરશે એવો ડર છે. ત્યારે બીજી તરફથી સામ્યવાદનું જોર વધી રહ્યું છે એટલે સાધુ સંસ્થા અને લોકશાહી બન્ને ભયમાં છે. '
શ્રી. પૂજાભાઈ: “ સાધુ સંસ્થાને ઉપયોગી બનાવવા અંગે મને શિક્ષણ અને સેવા તેમને સેંપવા એ અંગે ખ્યાલ આવ્યો પણ એ તો આજના ખ્રિસ્તી સાઘુઓ કરે જ છે છતાં પણ સામ્યવાદનું જોર વધવાનું કારણ તપાસવું પડશે.
મને લાગે છે કે સાધુ સંસ્થાએ (૧) અનિષ્ટોને પ્રતિકાર (૨) ઈષ્ટની પ્રતિષ્ઠા (૩) વિજ્ઞાનીની માફક જાગૃત નૈતિક ચકી એ રીતે રહીને પ્રચાર કરવાનું રહેશે. ગૃહસ્થાશ્રમી ત્યાગીઓ પણ ભલે તેમાં ભળે; પણ, તેમના માટે શિક્ષાચરી, પગપાળા પ્રવાસ વગેરે નિયમનું પાવન આક્ષક થવું જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com