________________
ર૫
પણ તે તેમને સમજાવી અહિંસાની પરીક્ષા આપવા રવાના થયો. સાચા અહિંસકે તે કસોટી આપવા જવું જ જોઈએ ૧૯૫૬ માં અમદાવાદમાં તોફાન ચાલતું હતું ત્યારે સાધુઓ અને રચનાત્મક કાર્યકરે જતા તેને લોકો વિરોધ કરતા કે ત્યાં જવાથી હિંસાને પ્રોત્સાહન મળશે પણ તે ખોટું હતું. સાચે અહિંસક તે હોમાવા નીકળે હેય પછી એને શેનો ડર હોય !
સુદર્શન નગર બહાર નીકળ્યો અને લોકો જાતજાતની વાતો કરવા લાગ્યા. કોઈ કહેતું કે “હમણું ભરાઈ જશે!” તો કોઈ કહેતું: “જોઈએ તે ખરા કોણ જીતે છે !”
સુદર્શનને નગર બહાર આવતાં અર્જુને જોયો. તે પણ મુગર ઉપાડી આવેશમાં આગળ વધ્યા. સુંદશને વિચાર્યું કે ચૈતન્ય ઉપર આસુરી આવરણ ચડે એમ અર્જુન ઉપર અત્યારે આસુરી આવરણ છવાયું છે. એમાં એને કઈ વાંક નથી. એટલે મારે તે ચૈતન્યને સહારે લે!તેણે કશા પણ ભય કે રોષ વગર આત્મધ્યાન કર્યું અને આ ઉપદ્રવ ન મટે ત્યાં સુધી અનશન કર્યું !
અર્જુનને તે જોઈને મથન જાગે છે કે આ તે વળી કે? મને જોઈને કોઈ નાસે, કોઈ કાકલૂદી કરે, કોઈ સામનો કરે કે કોઈ મરવા પડે! પણ આ નથી ભાગતો કે નથી બોલતો ! એકજ ઠેકાણે બેઠા છે. તે તે મુદ્દેગર લઈને વધતો જ રહ્યો. પાસે આવીને ઘા કરવા જાય પણ તેને હાથ ત્યાંજ થંભી ગયો. દૈવી શકિત આગળ આસુરી શકિત નમી પડી. અર્જુનને આવેશ શમી ગયો અને તે ઢળી પડ્યો.
સુદર્શન અનશન વાળી તેની પાસે જાય છે. તેની મૂછ દુર કરે છે અને પૂછે છે “હવે તને કેમ છે?”
અજુન ભાનમાં આવે છે અને કહે છે: “મને ઠીક છે ! પણ, તમે કોણ છે ? કયાં જાવ છો ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com