________________
હું નાસિકના મેળામાં ગયેલો ત્યાં એક સાધુ મળેલા. તેમણે એક બહુ જ સુંદર વાક્ય કહેલું: “નરકમાં જવું પડે તે પણ ત્યાં જઈને જગતનું ભલું કરવું !” આ સાદુ વાક્ય બહુ જ ગમ્યું અને સાધુના આદર્શને બિલકુલ બંધબેસતું છે.
ભગવાન કૃષ્ણ રાજ્યની ખટપટોમાં પડીને પણ રાજાશાહીને ઠેકાણે આણી અને લોકોના કષ્ટ નિવાર્યા. ગાંધીજી વિશ્વમાન્ય મહાત્મા થયા તો પણ રાજકારણમાં પડ્યા. પછી સાધુ સંસ્થા જેવી જવાબદાર સંસ્થાએ તે આગેકુચ કરવી જ રહી.
શ્રી. દેવજીભાઈ: “તેગબહાદુરના બલિદાનથી શોમાં નવું બળ પ્રેરાયું અને તેઓ સંસ્કૃતિની રક્ષા માટે બલિદાનથી આપી તેને જાળવતા શીખ્યા. એવી જ રીતે મેર જાગૃતિ સીચનાર વ્યક્તિ સાધુ સંસ્થામાંથી જ નીકળશે.
સાધુ સંસ્થાને તેના સ્થાને અને કામે લગાડે :
શ્રી. બળવંતભાઈ : “હવે સાધુ સંસ્થાએ ખાનપાન અને માનપાનની પરવા તજી દેશનિર્માણના ભગીરથ કાર્યમાં પડવું પડશે. બાકી સાધુ સંસ્થાની જરૂર અંગે શંકા સેવતા લોકો ભારતીય સંસ્કૃતિને
વલત ઈતિહાસ જાણતા નથી. પણ ગામડામાં જેને સાધુ કહેવાય છે તે તો ભામટા ભિખારીઓની જમાત છે. જો કે એને વાળવામાં આવે તે એમાંથી પણ ઘણું તૈયાર થઈ શકે.
શ્રી દેવજીભાઈ: “ભલે સાધુસંસ્થામાં ગમે તેટલે સડે આવ્યો હેય પણ ગામડાંથી લઈને નગર સુધી એક યા બીજા બહાને એજ સંસ્થા પ્રત્યે સહુને શ્રદ્ધા છે.
ગાંધીજીએ આવીને રચનાત્મક કાર્યકરને નવા બ્રાહ્મણ રૂપે પ્રેર્યા પણ આજના યુગમાં લોકો તેમને બોજો નહીં ઉપાડે. તે છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com