________________
૧૦૭
આજે લોક ઘડતરના કાર્ય ઉપર કેટલાંક જાળાં બાઝી ગયાં છે. તે લેકસસ્થા, રાજ્ય સંસ્થા કે લોકસેવક સંસ્થા દ્વારા દૂર થઈ શકશે નહીં. - એ કેવળ સાધુસંસ્થા જ કરી શકશે.
આમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે બંધાઈ જવાની બીક નથી. ઉલટું ધર્મસંસ્થાપકોએ જ્યારે જ્યારે લોકોમાં ઘડતરને અભાવ જોયો ત્યારે તેમણે પિતાનું જીવન લોક ઘડતર માટે આપી દીધું એટલે એ કામ સ્વધર્મનું પણ છે. અને એજ કાર્ય તેમની પરંપરામાં ચાલતી સાધુ સંસ્થાએ કરવાનું છે. એ માટે સામુદાયિક અહિંસાના પ્રયોગો દ્વારા લોકશિક્ષણની પ્રવૃત્તિ કેવળ અગત્યની જ નથી; પણ અનિવાર્ય છે. સાર્વજનિક ન્યાય :
લેક ઘડતરની પ્રવૃત્તિ પછી આજે જે પ્રવૃત્તિ સાધુસંસ્થાએ ઉપાડવાની છે તે છે સાર્વજનિક ન્યાયની. આજે ગમે તે સાધુસંસ્થાને લઈએ અને તેના મૂળમાં ધર્મ સંસ્થાપકોને જોઈએ તે તેમણે આ પ્રવૃત્તિ ઉપર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે સમાજની
પિત–પીડિત વ્યકિતઓને ન્યાય અપાવવા માટે જીવન હોમી દીધેલું. બુદ્ધ, મહાવીર, ઈશુ, મહંમદ કે મહાત્મા ગાંધી દરેકના જીવનમાં સાર્વજનિક ન્યાય માટે અખંડ લડત જોઈ શકાય છે. આ પ્રવૃત્તિ સાધુસંસ્થા માટે વધારે ઉપયુકત એટલા માટે છે કે એ એની પરંપરાગત પ્રવૃત્તિ છે. સાથે જ વિશ્વના પ્રાણીમાત્રને ન્યાય આપનાર સંસ્થા જ સાર્વજનિક ન્યાયને પિતાનાં કાર્ય રૂપે લઈ શકે છે.
સાર્વજનિક ન્યાયનો એક અર્થ એ છે કે સર્વપ્રથમ પ્રજાને જાગૃત કરવી કે તે અન્યાયની સામે લડે. ન્યાય જેમના હાથમાં છે એવા વકીલ, ન્યાયાધીશ અથવા સરપંચ વગેરે ન્યાય આપનારા લોકોને ખરી દિશામાં પ્રેરે તેમજ ન્યાય લંબાય કે ખર્ચાળ બને નહીં તે માટે લોકસંગઠને. માંથી ન્યાયમંડળો ઊભાં કરાવી ઘરમેળે પતાવટ, પ્રજાના ન્યાયપચે, કે લવાદો વડે જલદી તેને ઉકેલ આણે અને લોકો વચ્ચે સમાધાન કરાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com