________________
૨૩૮
જે ક્રાંતિપ્રિય સાધુઓ. વિશ્વના પ્રશ્નોથી અતડા રહે, એકાંગી આત્માવાદમાં કે વહેવારમાં વ્યકિતવાદમાં પડી જાય તે પ્રતિભા સર્વાગી અને સર્વતે મુખી ન થઈ શકે. : :
જૈન દષ્ટિ પ્રમાણે વ્યાપક પ્રતિભા શક્તિ ચાર પ્રકારની બુદ્ધિમાંથી પ્રગટે છે– (૧) આત્પાતિકી, (૨) વનમિઝી (૩) કાર્મિકી અને, (૪) પરિણામિકી, સંસ્થાના અનુબંધ દ્વારા વિશ્વ સુધી પહોંચવા માટેની પ્રક્રિયા પણ આ પ્રતિભામાંથી જડે છે.
આવી પ્રતિભા-શક્તિમાં બે મેટાં આવરણે છે. (૧) ભય, અને(૨) પ્રલોભન. સંપ્રદાય, સમાજ, આજીવિકા, પ્રતિષ્ઠા, પ્રાણુને ત્યાગ વગેરેના ભયો પ્રતિભા ઉપર આવરણ નાખી દે છે. બીજી બાજુ કેટલીક વખત સંપ્રદાય, સમાજ કે પાસેના વર્તુળો તરફથી પ્રલોભન આપવામાં આવે છે. તેથી સાચી વસ્તુ કહી શકાતી નથી કરી શકાતી નથી, તેમજ આચરી શકાતી નથી. પરિણામે પ્રતિભા ખીલતી નથી; તે જોખમ ખેડવા તૈયાર થતી નથી.
- ડો. આંબેડકરની બૌદ્ધિક શકિત પ્રખર હતી. પણ તે આગળ જતાં નવા બૌદ્ધ બનવા બનાવવામાં અને હિંદુઓ સાથેના રેષમાં જ અટવાઈ ગઈ. રાગદ્વેષથી તે પ્રતિભાશાળીએ દૂર રહેવું જોઈએ. એ પ્રતિભા ઉપર કચરે જમાવે છે. એવી જ રીતે ભય પ્રભથી પણ દૂર રહેવું જોઈએ. નિધિઓ, પક્ષે કે સંસ્થાના અનિષ્ટના ચેપના ભયથી દુર ભાગવું એ નિ:સ્પૃહ કાંતિપ્રિય સાધુઓ માટે બરાબર નથી, એણે તે એ અનિષ્ટોને લોકસેવકોમાંથી દુર કરાવવા જોઈએ.
. વિશ્વ પ્રેમચંબક અને વ્યાપક પ્રતિભાશકિત આ બે મુખ્ય ગુણે કાંતિ પ્રિય સાધુસાધ્વીમાં આવી જશે તો પાદ વિહાર; બિમારી તપ, ત્યાગ વગેરેના મૌલિક નિયમે તેને છ જ નહિ પણ સ્વેચ્છા સ્વીકારશે. તેઓ એ નિયમોને સમાજ ભયના કારણે નહીં પણ સ્વનિમગ્ન માટે સ્મપૂર્વક પાળશે. આ તિપ્રિય સાધુ જરાતમાં આમૂલ પરિવર્તન કરાવી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com