Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 267
________________ ' ર૫૪ (૨) કોઈ પણ ક્ષેત્ર, કંટાળીને કે છોડીને ન ચાલે. (૩) સુસંગઠનના અનુબંધ જોડવામાં જ્યાં જ્યાં અવરોધ ઊભા થાય, ત્યાં ત્યાં તપ-ત્યાગ-સમજૂતી અને બલિદાન દ્વારા જોડે. અનુબંધ બગડવાના કારણોથી દૂર રહે અને સમાજને દૂર રખાવે. તેમજ અનુબંધ બગડ્યો હોય ત્યાં સુધારવાને પુરુષાર્થ કરે. (૪) ધર્મોમાં સંશોધન કરવાને પુરુષાર્થ કરે. (૫) સર્વમાન્ય સત્ય તારવે તેમજ સર્વમાન્ય લોકહિતના કાર્ય ક્રમ ગોઠવે અને પાર પાડવાની પ્રેરણા આપે. આ રીતે સર્વાગી અને સ્પષ્ટ દષ્ટિ સાથે જે શુધ્ધિને ખ્યાલ હશે તે સાધુસંસ્થા માટે, લોકોમાં, શિક્ષિતામાં તેમજ રાષ્ટ્રનેતાઓમાં પણ તેમના પ્રતિ શ્રદ્ધા પ્રગટશે. તેથી ભારતીય સંસ્કૃતિને ગૌરવભર્યો લાભ સમાજ, રાષ્ટ્ર અને પરંપરાએ વિશ્વને મળશે. આમ નહીં થાય તે ભોગવાદી સંસ્કૃતિનું જોર વધી જશે. સામ્યવાદ, મૂડીવાદ, સરમુખત્યારવાદ અગર લશ્કરવાનું સામ્રાજ્ય જામશે જે સાધુસંસ્થાને જ ઉખેડી નાખવા પ્રયત્ન કરશે. (૩) પુષ્ટિ : પુષ્ટિ એટલે પિષણું : “પરસ્પર માવતે છેઃ પરમવાસ્થ” એક બીજાના પરસ્પરના સદભાવથી આ જગતમાં માણસા પરમધ્યેયને મેળવી શકે છે. સાધુસંસ્થા પ્રત્યે વિશ્વને એ સદ્ભાવ ત્યારે જ જાગશે કે વૃદ્ધિ પામશે, જ્યારે એ વ્યકિત, સમાજ અને સમષ્ટિ પ્રત્યે આત્મીયતાથી વર્તશે. તે સમાજને એ રીતે ઘડશે કે તે સમાજ સમષ્ટિ પ્રત્યે સદ્દભાવ રાખી શકે. આ રીતે વ્યક્તિથી માંડી, સમષ્ટિ સુધીની સદ્દભાવની કડીઓ ગોઠવશે. ત્યારે જ પુષ્ટિ થશે. આ પુષ્ટિમાત્ર સમાજ અને વિશ્વની જ થશે એમ નહીં પણ સાધુ-સાધ્વીની પિતાની પણ થવાની છે. સંસારમાં સાધુતા ફેલાવવી એ જ સાધુધર્મ છે. સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં સંગઠને દ્વારા સાધુતા વધારેમાં વધારે સ્પશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278