________________
૨૬૩
(૪) તે જુદાં જુદાં મૂલ્યોનું સમન્વય કરે; સંસ્કૃતિનું સમન્વય કરે. અલગ અલગ દષ્ટિબિંદુઓના કારણે સમાજ વેર-વિખેર થાય છે, તેને બદલે સાચી એકતાને પાયે રોકનારૂં સંશોધન કરીને સાહિત્ય આપી શકે. આમ જુદા જુદા સાધુઓનું પ્રતિનિધિત્વ આવે; તે પૂ. મહારાજશ્રીની કલ્પના છે તે મુજબ વિશ્વવત્સલ સંઘ (સાધુઓની સંસ્થા)નું નિર્માણ અનાયાસે થઈ જાય.
આથી (૧) તે પ્રધાન જૈન સાધુ વર્ગ, (૨) સેવાપ્રધાન ખ્રિસ્તી અને રામકૃષ્ણ મિશનનો સાધુવર્ગ, (૩) વૈષ્ણવ, ઈસ્લામી વ.માંથી જે ગૃહસ્થાશ્રમી સાધુવર્ગ છતાં સંશોધક બની શકે તે વગે. અને (૪) જ્ઞાનગી; આમ ભિન્ન ભિન્ન ક્ષેત્રે રહેવા છતાં એકસુત્રાત્માપણું અને ભાવનાત્મક એકતા થતાં સાધુસંસ્થા અદભૂત કાર્યકારિણી નીવડશે. મૂળ પાયો મજબૂત હોય અને કાર્યક્રમ પિતાપિતાની મર્યાદામાં રહીને વિવિધ થતા હોય (૧) ઉપાસના સ્વાતંત્ર્ય, (૨) ગ્યને પ્રયોગ સ્વાતંત્ર્ય, (૩) અને તેમની શક્તિને સુંદર ઉપગ એ ત્રણે વાતો આથી થઈને રહે. પૂર્ણ સફળતા ક્યારે?
શ્રી. બળવંતભાઈ: “મને તે આ શિબિર થયા પછી ઘણું સ્પષ્ટ દર્શન થઈ ગયું છે. આજે કોગ્રેસ, ૫. જવાહરલાલ જેવી વ્યકિતઓ, ભારતનાં અને વિશ્વનાં અહિંસક બળનાં અનુસંધાનો વગેરે, સમગ્ર શકિતને અનુબંધ જોઈશે. કેવળ બલિદાનથી નહીં ચાલે પણ ફરી ફરીને મુખ્ય ત્રણ વાત સંગઠનોનું નિર્માણ (૨) સામુદાયિક અહિંસાના પ્રયોગ, (૩) સર્વધર્મ-સમન્વયની વ્યાસપીઠ હશે તે જ પૂર્ણ સફળતા મળશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com