________________
૨૫૦
એકાંગીવૃત્તિને લઈને સ્વ-પર કલ્યાણના મૌલિક નિયમે પ્રતિ ઉપેક્ષા. (૪) પ્રવૃત્તિ નિવૃત્તિના સ્પષ્ટ માર્ગ અંગે ભ્રાંતિ. આ ચાર બાધક કારણે સાધુ સંસ્થાઓ દૂર કરવાં જોઈએ અને નિસર્ગ–નિર્ભર થઇને નીડર બનીને રહેવું જોઈએ. પણ, દષ્ટિ સાફ ન હોવાના કારણે પણ નીડરતા આવતી નથી, તેમજ સમાજને બહિષ્કાર અને તિરસ્કાર પણ આંશિક કારણ રૂપ છે.
પણ એ ડર પણ ભ્રાંતિજ છે. નિસર્ગ નિર્ભર થતાં અધ્યકત વિશાળ સમાજને સાધુ બની શકે છે એ ભાલનળ કાંઠા પ્રયોગ પછી સ્પષ્ટ થઈ ગયું છે. હવે થોડાક વધુ સાધુઓ જોખમ ખેડીને આગળ આવવા તૈયાર થાય એમ ઈચછીએ.
–પર કલ્યાણની વાત અને આચરણ એ જૈન સાધુસંસ્થામાં વધારે જોવામાં આવે છે. પણ તેમાંથી ક્રાંતિ કરી શકે એવા કેટલાક જે કોઈ નીકળે છે તે પણ પોતાની થોડીક નામના કે પ્રસિદ્ધિ માટે તે મૂડીવાદી સમાજના ચક્કરમાં પડી જાય છે. એટલે ક્રાંતિપ્રિય બનવા માટે લાલચમાં ન પડાય એ પણ જરૂરી છે.
વશ વર્ષથી પૂ. મહારાજશ્રી સંતબાલજીએ ભાલ નળકાંઠા પ્રયોગ વડે એ સાબિત કરી આપ્યું છે કે પ્રજાને ક્રાંતિની ભૂખ છે. શુદ્ધ લોક-ગ્રામ સંગઠન થાય એવી ભૂમિકા પણ છે એટલે સાધુઓએ બહાર આવીને સક્રિય સ્પષ્ટ માગે કાર્ય કરવાનું છે. પ્રારંભમાં થોડા પ્રહારો થશે પણ એકંદરે તો પ્રેમ, હુંફ, અને વાત્સલ્ય ત્રણેય વસ્તુઓ વ્યાપક સમાજ તરફથી મળશે.
ગાંધીજીએ વ્યાપક ધર્મને સદ્ગણોને કામ કરવાનું મોકળું ક્ષેત્ર આપ્યું છે અને ત્યારબાદ પૂ. સંતબાલજીએ ભાવનળકાંઠા પ્રયોગના અન્વયે સાધુ સાધ્વીઓએ શું કરવું જોઈએ એ બાબતની સરળતા કરી છે. તેમણે જૈન ધર્મ એ વિશ્વ ધર્મ છે એ બાબત જીવંત રીતે કરી બતાવ્યું છે. તેમણે જાગૃત રહી પ્રહારો સામે ટકી રહીને પિતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com