________________
૨૮
આમ તે સાધુની ડગલે અને પગલે જરૂર છે તે સામાજજિક જીવનની શુદ્ધિ અને અહિંસા માટે ફાળે શા માટે ન આપે ? ખાસ કરીને પછાત વર્ગોમાં તેમણે જવું જોઈએ હમણું એક વાઘરીનાં કિસ્સો આવે કે તે એક બાઈને ભગાડીને ગયો અને રસ્તામાં તેનાં નાનાં બાળકને મારી નાખ્યું ! આવી ક્રરતા ધર્મભાવનાના અભાવે આવે છે. સુધરેલા પાસે સાધુઓ જાય છે; પણ જે આવા લોકો પાસે જાય તો ઘણું કામ થઈ શકે છે.
માતસમાજનું કામ છે તેની પછવાડેને આદર્શ ઊંચે છે. આખી માતજાતિ પાસે વિશ્વમાં સંસ્કૃતિ રેડવાનું કાર્ય તેમની પાસેથી લેવા માટે ક્રાંતિપ્રિય સાધુઓએ સાધ્વીઓ તેમજ સાધિકાઓને ઘડીને કાર્ય કરવું પડશે. ભગવાન મહાવીરે તે નારીજાતિના ઉદ્ધાર માટે કેટલો મોટા અભિગ્રહ ધારણ કરેલો? તો એમના અનુયાયીઓની વિશેષ ફરજ છે. આજે નારીજાતિની સુરક્ષાને પ્રશ્ન જટિલ બની ગયું છે. એક કાઠીના ગામમાં એક સેનીબહેન મહેતાજી બની ગયેલી. પણ તે અને તેની માતાજી ત્રાહિત્રાહિ થઈ ઊઠયાં અને છેવટે રાજીનામું આપીને છૂટાં થયાં. આપણે ગઈ કાલે અ. ભા. પરિષદની શાખામાં ગયા હતા. ત્યાં બહેને કામ કરતાં હતાં. તેમનામાં સંયમની ભાવનાને પ્રચાર કરવામાં આવે અને સંયમ દ્વારા સંતતિ નિરોધ થઈ શકે એવી વાત સમજાવવા માટે ઘણું પ્રયાસ કરવાના રહેશે.
આમ પછાતવર્ગો, નારીજાતિ, તથા ગામડાં વગેરેમાં પુષ્કળ કાર્યો પહેલાં જ છે અને એ સૌ કામમાં ધર્મને પુટ લગાડવો પડશે. અને તે કાર્ય સાધુસંસ્થા સિવાય કોઈ નહીં કરી શકે. નીડર અને નિસર્ગ નિર્ભર સાધુ:
દેવજીભાઈ: સવારના પ્રવચનમાં સાધુ સંસ્થા માટે બાધકરૂપ ચાર કારણે બતાવવામાં આવ્યા છે —(૧) જવાબદારીનું સક્રિય ભાન નહી (૨ યુગપ્રવાહને ખ્યાલ નહીં (૩) વ્યકિતવાદી અને એકાંતવાદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com