________________
૨૫૬
(૩) સંપ્રદાયમાં ભલે રહે પણ સાંપ્રદાયિકતાથી દૂર રહે તેમ જ સંપ્રદાય મોહથી મુકત રહે. તેના અન્વયે બીજા ધર્મ સંપ્રદાયનું ખંડન કરવા કરતાં સમન્વય જ વધારે કરે. વટાળ-વૃત્તિથી તેને દૂરજ રહેવું જોઈએ.
(૪) સન્યાસીઓમાં વિકૃતિઓ પેસી ગઈ છે, તેમણે જે વધારે પડતી છૂટ લીધી છે, તેમાં ફેરફાર કરવો જોઈએ. બેઠા કે મઠાધિપતિ બનવા કરતાં ભિક્ષાચરી અને પાદવિહારને અપનાવવા જોઈએ જેથી ઊડ જનસંપર્ક વધશે; અને બધા પ્રશ્નોને ઉકેલી શકશે ! એમાં પણ આરામતલબી ઘટાડશે અને કલ્ટ-સહિષ્ણુતા વધારશે તે એમના ઉપર લોકશ્રદ્ધા વધશે; તેમજ તેમની સાદાઈનું અનુકરણ કરશે તે લાભ જ થશે. - જૈન સાધુઓએ સન્યાસીઓ સાથે મળીને સહચિંતન, સંહવિહાર વ. ગોઠવવાં જોઈએ જેથી સન્યાસીઓની કે વૈષ્ણવ ધર્મ જેવી ઉદારતા જૈનધર્મના સાધુવર્ગમાં આવી શકે. નહીંતર જૈન સાધુસંસ્થા એકલી અને અતડી રહીને કાંઈપણ ક્રાંતિ કાર્ય કરી શકશે નહીં.
(૫) રચનાત્મક કાર્યકરે, કે લોકસેવકોને તૈયાર કરવાનું; એમને પ્રતિષ્ઠા અને હંફ આપવાનું કામ; સાધુસંસ્થા માટે પરંપરાથી ચાલ્યું આવે છે. આજે તે તરફ સહેજ ઉદાસીનતા અગર તે વિકૃતિ આવી છે. માટે બન્નેને અનુબંધ થવું જરૂરી છે. સાધુસંસ્થા માટે પ્રત્યક્ષ રચના કાર્યમાં પડવા માટે અમુક મર્યાદા છે અને તે કાર્ય લોકસેવકો કરે છે. એટલે એ લોકો તેમાં નીતિ-ધર્મને પુટ આપી શકે તેનું દિગ્દર્શન તે સાધુ-સંસ્થાએજ કરવાનું છે. સ્પષ્ટ માર્ગની વિચારણું બાદ એ તે નક્કી થઈ ગયું છે કે સાધુઓ જે એ કાર્યમાં પડશે તે તેઓ અપ્રતિબદ્ધ અને નિલેપ નહીં રહી શકે. મુશ્કેલીઓ :
' ઉપરના માર્ગે જવામાં મુશ્કેલીઓ અને ભીતિઓ પણ આ પ્રમાણે ગણાવી શકાય:-(૧) સંપ્રદાય તરફથી બહિષ્કાર, અને તિરસ્કાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com