________________
૨૫૫
એમાં જ સાધુ સંસ્થાની ઉપયોગિતા છે. આ કાર્ય વ્યક્તિગત થવું સરળ નથી, ત્યારે સંસ્થાગત રીતે આનુબંધક પ્રક્રિયા જ ઉપયોગી થઈ શકે.
પુષ્ટિ માટે નીચેના મુદ્દાઓ ઉપયોગી છે –
(૧) ગામડાં, નારીજાતિ તેમજ પછાતવર્ગને પ્રતિષ્ઠા આપવી, અને અપાવવી.
(૨) આ ત્રણે વર્ગના લોક-સંગઠનને એમની હૂંફ મળે; તેમજ પ્રતિષ્ઠા મળે તે માટે જોખમ ખેડીને પણ કાર્ય કરવું જોઈએ. એ અંગે જે કષ્ટ, પરિષહે કે ઉપસર્ગ આવે તે સાધુસંસ્થાએ સમભાવે સહેવાં જોઈએ.
આમાં હરિજને કે અછૂતોને અપનાવવા જતાં સાધુને તિરસ્કાર કદાચ સમાજ કરે પણ ખરો; બહિષ્કાર પણ કરે, તે યે તેમને પીછેહઠ કરવાની જરૂર નથી.
આજે ભારતની નારી જાતિ બહુ જ પછાત છે. તેમાં જે વાત્સલ્ય, સેવાભાવ, કરૂણા, ક્ષમા વગેરે છે, તેને વિકાસ કરવાને અવસર મળતો નથી. તેનું ઘડતર સાધ્વીઓ દ્વારા અને બ્રહ્મચારિણું બહેનો દ્વારા થાય તે અહિંસક સમાજ રચનાનું મોટું કામ તરત થાય. માતજાતિમાં નિતિક શક્તિ પ્રગટ કરવા માટે; સાધુઓએ એમનાથી અતડા રહેવાની જરૂર નથી; આજે બ્રહ્મચર્યનાં મૂલ્ય સુરક્ષિત રાખી, તેને સક્રિય અને સમાજવ્યાપી બનાવવાની અગત્ય ઊભી થઈ છે તે માટે નારી જાતિ મોટો ફાળો આપી શકે છે. પુત અને અધિકૃત સુવિદિત સાધુઓ દ્વારા, સધી-વર્ગ અને બ્રહાયારી બહેને ઘડતર મળે તે માતજાતિના અનેક ગૂંચવાતા પ્રશ્નો ઉકેલાય.
ગામડાંઓનું તે સંગઠન દ્વારા ઘડતર કરવાનું કામ, ભારે અગત્યનું લાગે છે. એથી સાધુ સમાજની પોતાની પુષ્ટિ-વિકાસ સર્વાગી થઈ શકશે તેમજ સમાજની પણ પુષ્ટિ થશે જ.
અવસર મનકરણ, ક્ષમા વીજ પછાત છે. તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com