________________
૨૫ર
(૨) સામૂહિક અને વ્યક્તિગત સાધનામાં વિવેક. (૩) નિવૃત્તિ પ્રવૃત્તિ વિવેક.
(૪) સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના પ્રશ્નોને સમજવા અને ધર્મનીતિએ ઉકેલવાને વિવેક.
(૫) અનુબંધ વિચારધારાની પૂરી સમજણ,
(૬) નૈતિક ધાર્મિક પ્રેરણા, ચોકી, માર્ગદર્શન, ઉપદેશ અને આદેશને દ્રવ્ય ક્ષેત્ર કાળ પ્રમાણે વિવેક,
(૭) સિધ્ધાંત માટે પ્રાણ, પ્રતિષ્ઠા, પરિગ્રહ છોડવાને વિવેક.
(૮) તપ, ત્યાગ, બલિદાનના કાર્યકમ દ્વારા સમાજ ( સંગઠન ) ઘડતર વિવેક.
(૮) જગતના ધર્મો, જ્ઞાતિ, સુસંસ્થાઓ, રાષ્ટ્ર વગેરેને સમન્વય કરવાની દષ્ટિ.
(૧૦) આધુનિકવાદ, વિચારધારાઓ તેમજ સર્વક્ષેત્રના પ્રવાહનું અધ્યયન.
(૧૧) પિતાની યોગ્યતા કાર્યક્ષમતા તેમજ શકિતને માપવાની કળા. આ બધા મુદાઓ પ્રમાણે સર્વાગી અને વ્યાપક દ્રષ્ટિ કેળવવાથી સાધુ વર્ગ ઉપયોગિતાને એક ભાગ સિદ્ધ કરી શકશે.
(૨) શુદ્ધિ: ઉપયોગિતાને બીજો ભાગ શુધ્ધિ છે. એમાં સ્વ-આત્મા અને વિશ્વ આત્મા બન્નેની શુદ્ધિને વિચાર કરવો જોઈએ.
સ્વાત્મ શુદ્ધિ માટે નીચેના મુદાઓ વિચારવા લાયક છે –
(૧) સાધુ સંસ્થા માટે જ્યાં જ્યાં કર્તવ્ય પાલન જવાબદારીપાલન અને ધર્મપાલનનું આવે ત્યાં પીછેહઠ ન કરે. કદાચ થાય તે તેનું પ્રાયશ્ચિત કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com