________________
૨૫૧
(૬) અનિષ્ટ સામે આંખમીંચામણ: નિરૂપગિનું છઠું કારણ એ બન્યું કે સાધુસંસ્થા, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં ચાલતા અનિષ્ટોના નિવારણ કરવાની સામે આંખમીંચામણું કરવા લાગી. કેટલાક તે માત્ર ઉપદેશોમાં જ કહેવા લાગ્યા પણ સક્રિણ રીતે સંગઠનો વડે આચરાવવાની હિંમત તેમનામાં ન રહી. તેમજ કોઈપણ ક્રાંતિ કરવાની કે જોખમ ખેડવાની શક્તિ ન રહી. સાધુસંસ્થા ઉપયોગી કઈ રીતે થઈ શકે?
- સાધુ સંસ્થા હવે ઉપયોગી કઈ રીતે થાય એ પ્રશ્ન વિચારણીય છે? એના માટે ત્રણ મુદાઓ લઈએ ઃ (૧) દષ્ટિ (૨) શુદ્ધિ (૩) અને પૃષ્ટિ.
(૧) દષ્ટિ: દષ્ટિ તરીકે સર્વપ્રથમ સાધુવર્ગની દષ્ટિ વ્યાપક, સર્વાગી અને સ્પષ્ટ હેવી જોઈએ. જેનું દર્શન સાફ ન હોય; એને ડગલે અને પગલે મુંઝવણ, ગૂંચવણ ઊભી થવાની. એ કોઈપણ પ્રકારનું જોખમ ખેડી શકે નહી. આજના યુગે અગાઉ ન હતી તેટલી અને તેથી પણ વધારે અગત્ય સ્પષ્ટ અને સર્વાગી દષ્ટિની છે. આ અંગે શિબિર પ્રવચનમાં એક સંપૂર્ણ વિષય * “દર્શa વિશુદ્ધિ ને રાખ્યો છે. આજનો યુગ ઝડપથી બદલાય છે, એટલે વધારે ઊંડાણથી યુગ પ્રવાહોને ઓળખવાની દષ્ટિ કેળવવી પડશે, તે જ તે ઉપયોગી થઈ શકશે.
યુગદ્રષ્ટા આચાર્ય હેમચંદ્ર કુમારપાળ દ્વારા ધર્મદષ્ટિએ નવસર્જન કરાવ્યું; કારણ કે તેમની દષ્ટિ સ્પષ્ટ અને સર્વાગી હતી. ગુજરાતને અહિંસક બનાવવામાં અને તે નિમિત્તે જગત આખાને અહિંસક ભાવનાને પરિચય ગાંધીજી નિમિત્તે કરાવવામાં; આઘપ્રેરક તે હેમચંદ્રાચાર્ય જ હતા.
આવી દષ્ટિ કેળવવા માટે નીચેના મુદ્દાઓ જરૂરી છે (૧) તાદા તાટસ્થને વિવેક. • આજ વ્યાખ્યાન માળમાં હવે પછી પુસ્તક પ્રગટ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com