________________
૨૪૯
(૩) વ્યક્તિવાદની ભ્રાંતિઃ મેટા ભાગના સાધુઓમાં આત્મધર્મ અને આત્મકલ્યાણની એથે સ્વાર્થવાદ પિતાનું જ કરવું, વિશ્વાભાઓ સાથે આપણને શું ? એ સ્વાર્થ હોય છે. ત્યારે ઘણાને નિવૃત્તિવાદના નામે, અકર્મયતા, કાયરતા, (પ્રશ્નોથી ભાગવું) એકાંતવાસ, વ્યકિતગત ધૂળ યોગસાધનાને આશ્રય લેતા જોઈ શકાય છે. હવે તેઓ આહારપાણ કે સુખસાધનો વગર રહી શકતા નથી એટલે કાંત મૂડીવાદીઓની મદદ લેવી પડે છે કે સંપ્રદાયની હા એ હા કરી ક્રિયાકાંડમાં પૂરાવું પડે છે. આવી સ્થિતિ વ્યકિતવાદની બ્રાંતિને આભારી છે.
(૪) પ્રવૃત્તિ નિવૃત્તિની ભ્રાંતિ: આ અંગે સ્પષ્ટ માર્ગની વિચારણું વખતે વિચારાઈ ગયું છે. સ્પષ્ટ માર્ગનું જ્ઞાન ન હોવાને લીધે તે આજના યુગે સામુદાયિક રીતે સત્ય, અહિંસા, ન્યાય, નીતિ વગેરેને સંગઠિત પ્રયોગ કરી શકતો નથી. પ્રવૃત્તિ-નિવૃત્તિની ભ્રાંતિના પરિણામે સાધુસંસ્થા કેટલીક બિનજરૂરી પ્રવૃત્તિમાં પડી ગઈ જે સ્પષ્ટ માર્ગના અંતરાય રૂપે છે. અને જે પ્રવૃતિ એની મર્યાદા પ્રમાણે સ્પષ્ટ માર્ગની અનગતિ છે તેનાથી દૂર રહ્યા. આવી થોડીક પવૃત્તિઓને ઉદાહરણ રૂપે વિચારીએ –
જૂના વખતમાં જ્યારે છાપખાના ન હતા ત્યારે, તે વખતે શાસ્ત્રો કે ગ્રંથ લખવાની પ્રવૃત્તિ સાધુઓએ અપનાવી હતી તે બરાબર હતી. પણ હવે હસ્તલિખિત શાસ્ત્ર લેખનની આ યુગમાં જરૂર રહી નથી. તેને બદલે સમાજ અને નૈતિક સંગઠનોના અનુભવ અને પ્રગ લખવાની જરૂર રહે છે. પણ કેટલાક હજુ જૂની ઘરેડ પ્રમાણે લખવાનું બંધ કરતા નથી. તે સિવાય અગાઉ ગોખણપટ્ટી જરૂરી હતી કારણકે પ્રતિઓ ઓછી હતી. હવે એ સમસ્યા રહી નથી. તેના બદલે વિશ્વના વિવિધ પ્રશ્નો વિવિધ પ્રવાહા અને તેમાં પોતાની નૈતિક-ધાર્મિક પ્રેરણાની જવાબદારીનું ભાન રાખવાની વધારે જરૂર છે. તે ભાગ્યે જ રહે છે.
એવી જ રીતે જુના બે સાંપ્રદાયિક દષ્ટિએ ટીકા, ભાષ્ય કે વિવેચન લખવાની જરૂર નથી રહી કારણકે એથી લાભને બદલે નુકશાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com