________________
ર૪૮
આરોગ્ય વગેરેનું કામ ઉપાડી લીધું. ઈસ્લામ ધર્મના સુફી સંતોએ ભક્તિવાદની પ્રેરણા આપી. વૈષ્ણવ સન્યાસીઓએ સમાજને ભક્તિમાર્ગે દર્યો. આટલા બધા સાધુઓ હોવા છતાં આજે મોટા ભાગના લોકોની દૃષ્ટિ તેમના તરફ ઘણાની છે. એટલે સર્વપ્રથમ પ્રશ્ન એ ઊભો થાય છે કે સાધુસંસ્થા નિરૂપાગી કેવી રીતે બની? તેનાં કારણે તપાસીએ. નિરૂપગિતાનાં કારણે :
(૧) જવાબદારી પ્રત્યે ઉપેક્ષા : આ પહેલું નિરૂપયોગિતાનું કારણ છે જ્યારે સંસ્કૃતિ રક્ષાને પ્રશ્ન આવે છે ત્યારે તેમને પ્રાણ-પ્રતિષ્ઠા મોહ નડે છે. આજે ભારત અને વિદેશમાં ઘણું સંસ્કૃતિ-ઘાતક પ્રશ્નો પડયા છે પણ સાધુઓ જામેલી પ્રતિષ્ઠાને છેડી, પ્રાણોને હેડમાં મૂકી, સંસ્કૃતિની રક્ષા કરવા માટે ક્યાં પ્રયત્ન કરે છે? પ્રયત્ન કર્યા હોત તો તિબેટમાં બૌદ્ધ સાધુઓની જે દશા થઈ તે ન થાત.
સાધુઓએ પ્રજાને ધર્મ અને સંસ્કૃતિના રસ્તે દોરવાની ફરજ હતી તે ચૂકીને તેઓ મઠો, રાજ્ય, ભોગવિલાસ અને આરામ તલબીમાં પડયા. સત્ય અને અહિંસારૂપી ધર્મની રક્ષા કરવાના બદલે ધનવાળા અને સત્તાવાળાઓને પંપાળે છે, તેમજ જુદા જુદા ક્રિયાકાંડના આડંબરે રચી, પૈસાદાર અને સત્તાધારીઓને પ્રતિષ્ઠા સીધી કે આડકતરી રીતે આપવા લાગ્યા.
આજે ભૌતિવાદના યુગમાં વધારે જાગૃતિ રાખવી જોઈએ તેના બદલે ધનાશ્રિત કે રાજ્યાશ્રિત બનવાની પ્રવૃત્તિ કરવી એ જવાબદારી પ્રત્યે ઉપેક્ષા બતાવે છે; એટલે માનવજીવનના દરેક ક્ષેત્રમાં તેઓ ધર્મને પૂટ આપી શક્યા નથી.
(૨) વિશ્વની સામાજિક ગતિવિધિ પ્રત્યે ઉદાસીનતા : આ બીજું કારણ છે. જૈનધર્મ વિશ્વધર્મ કહેવાય છે પણ જૈન સાધુસાધ્વીઓ વિમવના બધા પ્રવાહને વિચાર કરતા નથી. તેઓ પિતાની સંપ્રદાય પૂરતો જ કે પિતાના ધર્મ પૂરતું જ વિચાર કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com