________________
૨૪૬
પિતાના ગણી દૂર કરવા પ્રયત્નશીલ રહેશે. મેર જોઈ વિચારી પગલાં ભરશે અને એકવાર ભર્યા પછી પીછેહઠ નહીં કરે. એટલે જ પ્રાણુ પ્રતિષ્ઠા અને પરિગ્રહ ત્રણેય હેમિનારની માંગણું થાય છે.”
શ્રી. ફઃ “ગાંધીજી બિરલાના મંદિરમાં રહેવા છતાં ધનથી અંજાતા નહીં તેમજ નારીઓની વચ્ચે રહેવા છતાં પોતે તેમજ જાતિ બને નીડર રહેતા. ગાંધીજી સંસ્થાને ટેકે આપતા પણ ત્યાં પ્રેમનું નિયંત્રણ રાખતા. એટલે ગાંધીજી કરતાં ક્રાંતિપ્રિય સાધુઓએ વિશેષ ગુણે કેળવવા પડશે. આજે સાધુઓ અને કાર્યકર્તા વચ્ચે ખાઈ પડી છે તે સાધુઓએ આગળ વધીને જાતે પૂરવી પડશે. કાર્યકર્તારૂપી શ્રાવક વર્ગ અને ક્રાંતિપ્રિય સાધુઓએ મળીને અનુબંધ વિચારધારાનું કાર્ય આગળ ધપાવવાનું છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com