________________
જૈનદર્શન વિશ્વ વિશાળ છે તે વહેવારમાં આજે તે સાવ સંકીર્ણ છે. એમાં સાધુ-દીક્ષાના કારણે આ અનુબંધ વિચારધારાને વ્યાપક ક્ષેત્રમાં અમલી બનતા વાર લાગશે. વળી આ વિચારમાં જે ઉંડાણ છે અને શુદ્ધિને આગ્રહ તેમજ અશુદ્ધિ સામે અહિંસક પ્રતિકારના કાર્યક્રમો છે તે બધાને વ્યાપક થતાં વાર લાગે તે સાચું જ છે. કારણ કે બાવળ વહેલો વિસ્તરે અને આંબો મોડે ફલે. એટલે મને તો પૂરી શ્રદ્ધા છે કે
અનુબંધ વિચારધારાના પ્રયોગનાં બી યથાર્થ હોઈને તે અવશ્ય ફિલાઈ જશે.
દેશમાં તો અત્યારે વ્યાપક વિચાર અને વ્યાપક આચારની શક્યતાની દષ્ટિએ હું બે સતેને જોઉં છું. તેમાં પ્રથમ વિનેબાજી અને બીજા સંતબાલજી છે. આનો અર્થ આ દેશમાં કે વિદેશમાં બીજા સતિ નથી; એમ હું કહેવા માગતો નથી; પણ ગાંધીયુગ અને વિજ્ઞાનયુગ સાથે ધર્મને તાળો મેળવવામાં સામાજિક દષ્ટિએ સર્વાગી પ્રયત્ન કરનારાઓમાં મારી પહેલી નજરે આ બે તરવરી રહે છે. હમણાં સાંભળ્યું છે કે વ્યકિતગત સરમુખત્યાર શાહીવાળા કાસમાં પણ એક સંત કઠોરતામાં કોમળતા ઉમેરવાને ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. અહીં આપણે ઉપલા બધા ગુણો અને તેમાંયે ખાસ તો ક્રાંતિપ્રિય સર્વાગી દષ્ટિવાળા, જગત જેમને વિના વિરોધે સ્વીકારી શકે તેવા ગુણવાળા સાધુસંતને વિચાર કરવા તરફ ચર્ચાને ઝોક આપશું.” દીર્ઘદ્રષ્ટા અને સ્પષ્ટ દ્રષ્ટા
પૂ. દંડી સ્વામી : “ ક્રાંતિકારી સાધુના ગુણે પુસ્તકોમાં વાંચ્યા હતા પણ અહીં નજરે જોઈ રહ્યા છીએ. અનુભવ વગર બેસવું ને, જોઈએ, પણ બોલ્યા વગર રહેવાતું નથી. કારણ કે એ ગમે છે એવા કાંતિપ્રિય સાધુઓના ગુણો સન્યાસીઓમાં પેદા થાય તે કેટલું સારું ?
દેવી સંપત્તિના જે ગુણે ગીતામાં વર્ણવ્યા છે તેમાં “અભય” ને પ્રથમ સ્થાન આપ્યું છે. પછી હિંમત, શૌર્ય, ઉદારતા, મૈત્રી, પ્રમોદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com