________________
ર૪૨
એટલે આજે સત્યાગ્રહને સદ્ગુણ, વ્યાપક કરવા માટે લોકસંગઠન ઉપર ખાસ જેર મૂકવું પડશે. આજે પરંપરા જાળવી રાખવાની વૃત્તિ સમાજ અને સાધુઓમાં વધી ગઈ છે. તેથી પરિવર્તનશીલતા માટે હરપળે, પ્રાણ, પરિગ્રહ અને પ્રતિષ્ઠા હોમનારાં રને ઓછો મળશે. આથીજ આખી સાધુસંસ્થાને ન લેતાં ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ તરીકે કેળવાયેલી વૃત્તિઓને જ લઈએ છીએ. આવી ભ્રમર વૃત્તિવાળો સાધુ, ફૂલમાંથી મધુ લેશે પણ તેને ઈજા નહીં પહોંચાડે; પણ તેની સુવાસ વધારવા પ્રયત્ન કરશે. સંત વિનોબાજી :
આ દષ્ટિએ જોતાં નવા યુગને અનુરૂપ કાંતિપ્રિય સાધુમાં આપણે વિનોબાને લેવા જોઈએ. સાધુ તરીકેના બાહ્ય ક્રિયાકાંડે ભલે ત્યાં ઓછાં હેય પણ અખંડ જૂના અને નવાં શાસ્ત્રોને સંગમ, સંયમ, પવિત્રતાદિ ગુણોને વિકાસ, પિતાનામાં અને સમાજમાં લાવવાનો અખંડ પ્રયાસ કરી રહેલા તેઓ દેખાશે. “વિજ્ઞાન અને આધ્યાત્મિકતા ને એક કરો..” એ ક્રાંતિસૂત્ર એમણે દેશ અને દુનિયામાં પ્રચલિત કરવા પ્રયત્ન કર્યો છે. ગાંધીયુગે વ્યાસપીઠ વ્યાપક મળી જતાં. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અનુબંધ વાળું તેઓ કહે છે. તેમની પાસે સ્યાદવાદ પણ સ્પષ્ટ જણાય છે. “જય અંબે ” વાળા આવે તે અંબિકાની રહસ્ય વાળી વાત કાઢશે, રાજકોટમાં રચનાત્મક સમિતિ વાળા કે ગુદી કેદમાં અનુબંધ પ્રયોગ વાળા; દરેકનાં સાચાં મૂલ્ય મૂલવે. ગુંદીમાં તેઓ ખીલી ઊઠયા; ઊંડાણે એમને ખૂબ આવકાર્યા. વળી પંચાયત આગળ તેમની વાત કરે. ટુંકમાં જે ક્યાં છે તેને ત્યાંથી લઈને રોમેર કરૂણાપૂર્વક ભગીરથ પ્રયત્ન તેમણે કર્યો અને આર્ષ ભાષામાં સત્યો રજૂ કર્યા. એ દષ્ટિએ એમને ઋષિ, યેગી કે વેદવિત કહી શકાય. પણ, પૂ. સંતબાલજી અને ૫. જવાહરલાલજી એમને સંત કહી સંબોધે છે. તેની પાછળ એ રહસ્ય છે કે નવાં ગાંધીયુગના સતની કેડીએ તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com