________________
૨૪૧
યોગી આનંદધનને દાખલો લઈએ કે આપણને એ તરત જણાઈ આવશે. સત્ય ઉપર શબ્દના જાળાં બાઝે, ગુરુ પરંપરામાં અંધશ્રધ્ધા દાખલ થાય અથવા ચારિત્ર્યના બદલે પર કે ચમત્કારની બેલબાલા થાય; મતલબ કે ચારિત્ર્ય રૂપી આગ પર રાખ ચઢી જાય કે તે સાધુ પુરુષ તરત તેને ઉડાડી નાંખે.
સત્ય પ્રકાશ અને હૂંફ આપે છે તેના બદલે તેને ભળતા અર્થોમાં ખપાવી, વાપટુતાને વિષય બનાવી; આચરણમાં આંખ આડા કાન કરવામાં આવે ત્યારે આવા પુરૂષો સત્યનું આચરણ કરી તેને આચરાવે છે.
આજની દશા જોઈએ તે મહંમદ કે ઈશુએ કહ્યું તે જ સાચું અને બાકી બધા કાફરો ગણાય, એવું મુસલમાનો કે ખ્રિસ્તીઓ ગણે; અથવા દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ કાળની કસોટીની મૂળ વાત ભૂલી શબ્દ ઉપર જ સર્વ પણ આરોપ કરી જૈને પણ બીજાને નાસ્તિક કહે તે દેશ અને દુનિયાની શી દશા થાય?
ખરેખર તે ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીનું હૃદય, કરૂણા, પ્રેમ અને સત્યથી લાગણીથી છલકાતું હોય છે. એનું હૈયું વિશ્વના પ્રાણીઓ સાથે સહસંવેદન કરી પિગળે છે. ધર્મમાં કઠોરતા આવે ત્યારે તે નમ્રતા ભરતે હોય છે.
ટુંકમાં સાધુમાં; (૧) નિત્યગુણ વિકાસ વૃત્તિ, (૨) સત્યાગ્રહી વૃત્તિ, અને (૩) કરૂણ પ્રધાન વાત્સલ્ય તે હેવાં જ જોઈએ. ઘણીવાર આ ત્રિવેણી ઘણુ સાધુઓમાં જોવા મળે છે. પણ શૌયને અભાવ, તેમને શંતિપ્રિય થતાં રોકી રાખતાં જણાશે, શૌર્ય ગુણ ઢીલો પડ્યો કે તરણતારણ બિરૂદ ગયું.
શીખેમાં અર્જુનદેવ વગેરેએ પ્રાણ તેમા. જ્ઞાનદેવના પિતાએ સમાધિ લીધી. આવા સંત ઘણા છે પણ શકિત મર્યાદિત હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com