Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 256
________________ ૨૪૩ આગળ વધી રહ્યા છે. બાણપણુથી નૈષ્ઠિક બ્રહ્મચારી રહી બાપુના માનીતા શિષ્ય તરીકે રહી સન્યાસીઓને માર્ગ ચીંધી રહ્યા છે. તે છતાં તેમનામાં એક કમી છે; તે બાપુનું શૌર્ય. મૂલ્ય મૂલવતી વખતે એ જાણતું તથી. એજ રીતે બાપુ લોકશક્તિને સંગઠને વડે ઘડતા એ તત્ત્વ પણ તેમની પાસે નથી. એમણે ભૂદાન વગેરેને વિચાર બધા પાસે મૂક્યા. કોંગ્રેસ અને બીજા પક્ષે, દેશ અને વિદેશથી બધા તેમના આંદોલન જોવા આવ્યા. પણ વિચારને સમાજવ્યાપી બનાવી સંસ્કૃતિને સુધારવાનું અને ઘડવાનું કામ કે કાર્યક્રમો તથા સંધ શક્તિને નિર્માણ કરવાનું કામ ત્યાં ખૂટે છે. પૂ. સંતબાલજીની કાર્યશક્તિ : ત્યારે, બીજી બાજુ ભાલ નળકાંઠો પ્રયોગ નિમિત્તે મુનિશ્રી સંતબાલજી બહાર આવ્યા. તેમણે જૈન પરંપરામાં જ્યાં નિવૃત્તિની વાત સ્થાપિત થયે જતી હતી, તેના બદલે પ્રવૃત્તિલક્ષી નિવૃત્તિ અને નિવૃત્તિ લક્ષી પ્રવૃત્તિની નધર્મની રહસ્યની વાત બહાર આવી. જો કે આ વાત શ્રીમદ રાજચંદ્રજીએ કરીને સમાજને આંચકો આપેલ પણ તે દબાઈ ગઈ હતી. ક્રાંતષ્ટા ઋષિઓ અને ક્રાંતિપ્રિય સાધુઓના પ્રધાન ગુણનાં વર્ણન કરીએ ત્યારે પૂ. સંતબાલજીને યાદ કર્યા સિવાય રહી શકાશે નહીં. તેમણે સર્વોદય અને કલ્યાણરાજ બનેમાં ખૂટતાં ત અને સર્વાગી અનુબંધવાળા કાર્યક્રમ આપ્યા છે. - સંત વિનબાજીને બાપુજીના અંતેવાસી તરીકે અને વ્યકિતગત સત્યાગ્રહમાં કામ કરનારા તરીકે દેશને વ્યાપક તખતે સહેજ ભાવે મળી ગયો. સંતબાલજીએ સ્વપુરૂષાર્થેજ મુખ્યપણે ક્ષેત્ર ખેડ્યું એટલે એમની પ્રયોગભૂમિ ભાલ નળકાંઠા જેવી નાની છે. જો કે ગ્રામ દ્રષ્ટિએ હવે ગુજરાત વ્યાપી અને નગર દષ્ટિએ મુંબઈ વ્યાપી ખીલે તેવા ઉજળા સંગો વધુ છતા થયા છે. પણ સંત વિનેબાજી ને જે વ્યાપક ક્ષેત્ર સહજ મળ્યું તે સંતબાલજીને હજ મળ્યું નથી. શ્રીમદની દષ્ટિએ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278