________________
૧૭૨
લોકસંગઠનની જરૂર :
ઋષિઓએ સ્મૃતિઓ બનાવી. ટુંકમાં રાજ્ય પાસે કાનને માન્ય કરાવ્યા પણ રાજ્યશકિત આપખુદ બનતાં તેના ઉપર લોકશકિતનું નિયંત્રણ મૂકાયું નથી. કદાચ મોટા ભાગનાં કાર્યો ઋષિઓ છુટા છવાયા કરી લેતા એટલે આજના જેવી લોકસંગઠનની જરૂર ન પણ પડી હોય! ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ વખતે સંઘરચના થઈ અને ધર્મ જેવું તવ લોકશાહી ધોરણે ગાઠવાયું. તે છતાં લોકસંગઠનો તે ત્યારે પણ લેકશાહી ધોરણે ગોઠવાઈ રાજ્ય ઉપર નિયંત્રણ જમાવી શક્યાં નથી. કારણ કે ભગવાન મહાવીર શ્રેણિક-ચેટક વ. રાજાઓને પ્રેરણા આપે છે, પણ શ્રેણિકના જ વારસો પાછા બીજી રીતે વર્તવા લાગી જાય છે. હેમચંદ્રાચાર્ય, કુમારપાળ ઉપર જાદુઈ પ્રભાવ નાખે છે પણ તેનો વારસ અર્જુનદેવ જૈન સાધુઓને કષ્ટ આપે છે.
આ બધા ઉપરથી, અને આજને યુગ જોતાં કદિ ન હતી તેવી લોકસંગઠનની આજે જરૂર ઊભી થઈ છે. રાયે આજે અગાઉ કદિ ન હતા તે દરેક ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવો શરૂ કર્યો છે. આમ જોતાં પ્રથમના સાધુઓએ જે કાર્ય લોકસંગઠનનું નહોતું કર્યું તેમાં આજે રસ લેવાને સમય આવી પહોંચ્યો છે. આજે પણ વ્યકિતગત રીતે ઉપદેશવાનું કામ તે ચાલુ જ છે. જવાહરલાલ નેહરૂને સંબોધવું સાધુઓને ગમે છે પણ હવે વ્યકિતગત પ્રેરણાથી કામ નહીં ચાલે કે હીરવિજ્યસૂરિએ અકબરને પ્રતિબધી “અમારિ૫ડહ” વગડાવ્યો એવું થઈ શકશે. આ વાત સાધુ-સાધ્વીઓ નહીં સમજે, તો ગળાકાપ હરિફાઈ, રાજકારણમાં પેસશે અને તે વખતે કોઈની પણ ખેર નહીં રહે. આજે પ્રજાતંત્ર રાજ્ય છે. એટલે પ્રજા જેટલી સુધરશે તેટલું જ રાજ્ય સુધરશે અને પ્રજાને સુધારવા માટે તો પ્રજાકીય સંગઠને જોઈએ જ. એટલે ભૂતકાળમાં ન થયેલી હોય, શાસ્ત્રમાં ન વર્ણવેલી હોય તેવી સંગઠનની પ્રક્યિા ઊભી કરવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com