________________
૧૯૧
આ સાધુસમાજ ઊંચે આવી જાહેર આંદેલને કરે, અને લોકસંગઠને તથા લોકસેવકોના સંગઠને સાથે પ્રેરક તરીકે જોડાઈ, રાજ્ય પર પ્રભાવ ૨ કરે, તો જ આજના આર્થિક તંત્રમાં કંઈક કામ થઈ શકે તેમ છે.
વિનોબાજીએ વાતો તે સારી ઉપાડી છે, પણ અત્યારના સમયે સંસ્થાઓને મહત્વ આપવા ટાણે, મહત્વ ન આપવાથી તેમજ સંસ્થાઓ સાથે ન જોડાવાથી, એમને આખો દેશવ્યાપી યાત્રાનો મહાપ્રયાસ થંભી જવા બેઠે છે. એટલે આજના યુગને બાધક ધંધાઓ અપ્રતિષ્ઠિત કરવાનું, કારખાનાંઓનાં સંગઠને સામે અસરકારક જનસંગઠને રચી, રાજ્ય ઉપર તેમનો પ્રભાવ ઊભો કરવાનું, તેમજ રચનાત્મક કાર્યકરોને એ કામમાં સક્રિય પાડવાનું અને ક્રાંતદષ્ટા સાધુ સાધ્વીઓએ ભાવાત્મક એયની દષ્ટિએ આખા દેશમાં આંદોલન ચલાવવાનું–આમ બધા અનુસંધાને સાથે કાર્ય ઉપડે તે દેશ અને દુનિયાનાં આર્થિક ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતા જરૂર સિદ્ધ થાય.
આજનું અર્થતંત્ર જગતવ્યાપી બન્યું છે; એ પાયાની વાત સમજીને, દાનથી થતા કે થનારા ધર્મના બદલે, ધર્મલક્ષી નીતિથી આજીવિકા મેળવી થનાર દાનને કર્તવ્ય ભાવે ઘટાવી આગળ વધવું પડશે. વિશ્વના બજારની સમતુલનામાં ભારતના અર્થતંત્રને અને ભારતની સમતુલામાં ગ્રામ અર્થતંત્રને બેસાડવું પડશે.”
શ્રી દેવજીભાઈ: “માટલિયાજીએ અર્થતંત્રની નવી દષ્ટિ તેમજ સાધુસંસ્થાની મર્યાદાની જે વાત કહી છે તે સાચી છે. છતાં, ભૂતકાળનું ગૌરવ યાદ કરી, દરેક ક્ષેત્રે પૂ. મહારાજશ્રી સંતબાલજીએ જેમ બધા પ્રશ્નોને લઇને સાંકળ્યા છે તેમ એ માર્ગે જઈ પિતાની મર્યાદામાં રહી સાધુસંસ્થા કાર્ય કરે તે પોતાની ઉપયોગિતા જ સિદ્ધ નહીં કરે પણ દેશના દરેક વિભાગને પિતતાના કાર્યમાં લીન કરી શકશે.”
શ્રી. પૂજાભાઈ: મોટા ભાગના કકડ અને ધર વસાવીને બેઠેલાં ગોસાંઈએ કે મઠાધિપતિઓને તે સાધુઓની સંખ્યામાંથી બાદજ કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com