________________
૨૨૧ છે. તે જાણકારી રાખવી જ પડશે. નહીંતર થઈ શકે?
અશુદ્ધિ કઈ રીતે દૂર
આ આત્માને શુદ્ધ કરે છે. એ અધ્યાત્મ છે. પણ આત્માને શુદ્ધ કરવા માટે તે ક્યા ક્યા કર્મોથી બંધાયેલો છે તે જાણ્યા વગર તેને શુદ્ધ-બુદ્ધિ-મુક્ત કઈ રીતે કરવોએટલે જ જ્યાં કર્મના બંધને તેડવા માટે, કમીને આવતા રોકવા (સંવર) કર્મને એક દેશથી દૂર કરવા ( નિરા) અને કર્મને સર્વથા ક્ષય કરવા (મેક્ષ) બતાવવામાં આવ્યાં છે, ત્યાં સાથે કર્મ–આયાત (પાપ-પુણ્ય રૂપ આશ્રવ) અને કર્મબંધન (બંધ) ૫ણ બતાવવામાં આવ્યાં છે. સાથે જ એ કર્મબંધનની અલગ અલગ અવસ્થા, ક્રોધમાન, માયા, લેભ વગેરે માનસિક પરિસ્થિતિ પણ સમજાવવામાં આવી છે. આ બધું સંસારી જીવો માટે છે, અને શું આ બધી સંસારની વાત નથી? સંસારી જીવની સાથોસાથ અજવના લક્ષણ, ભેદ વ. બતાવ્યા; તે સંસારની વાત નથી? આધ્યાત્મિક પુરૂષે એ બધાનું સ્પષ્ટ દિગ્દર્શન કરી સંસારી જીવોને કપાયોથી છોડાવવા માટે પ્રયત્ન કરવો જ પડશે, તેજ સર્વાગી આધ્યાત્મિક ઉપયોગિતા સિદ્ધ થશે.
જે વ્યકિતગત સાધના જ સાધુ–સંસ્થાનું ધ્યેય હોત તો એવી સાધના ગૃહસ્થજીવનમાં થઈ શકત; એની ચેખવટ અગાઉ થઈ ચૂકી છે; પણ આખા સમાજને આધ્યાત્મિક પ્રેરણા આપી સમષ્ટિ સુધી એને પ્રસાર કરે એજ સાધુસંસ્થાનું ધ્યેય છે, કારણ કે તેના સભ્યોને ઘરબાર કે પૈસા ટકાના કોઈ બંધન હતાં નથી અને તેઓ અવસર આવે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના ભોગે પણ પણ એ સાધી શકે છે.
મિતાય મુનિ જુએ છે કે સેનાને જવ કુકડે ગળી ગયો છે. અને સનીને એની જાણ થશે તો તે એને મારી નાખશે. એટલે ભિક્ષા લઈને જતી વખતે, સનીના પ્રશ્નના જવાબમાં મૌન રહે છે. મુનિજ ચોર છે એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com