________________
રરર
ભાની સેની તેમને પકડીને તડકામાં તેમના માથે ભીનાં ચામડાંના પટ્ટાને વળ આપે છે. કુકડાને પ્રાણ જાય તો તેને કેટલી પીડા થતી હશે. એમ જાણું સમભાવે તેવું દુઃખ મિતાર્યમુનિ સહન કરે છે અને અંતે એને પ્રાણ છૂટે છે. એટલામાં ધડાકો થતાં કુકડો ચરકે છે જેમાં જવને દાણ નીકળે છે. તે જોઈને સોનીને પશ્ચાતાપ થાય છે અને તે પિતાના આત્માના ઉદ્ધાર માટે એમના રસ્તે દીક્ષા લેવા નીકળી પડે છે. અહીં આધ્યાત્મિક પુરૂષના આત્મભાવની કસોટી થઈ તે માટે પ્રાણ ત્યાગવા પડ્યા અને સાથે જ સોનીને પ્રેરણું પણ મળી. ત્યારે ગૃહસ્થ સાધકની અમૂક મર્યાદા છે.
અધ્યાત્મ વિકાસની ખરી કસોટી, આત્માની વાતે, એકાંગી આત્મસાધના કે બ્રહ્મજ્ઞાનની વાણું નથી પણ, બીજા આત્માઓ સાથે વહેવારમાં કેટલી આત્મીયતા દાખવે છે તેમાં છે. આધ્યાત્મિક આત્મા; લૂખું મળે કે ગરિષ્ઠ મળે, મહેલ મળે કે ઝૂંપડી, સુખ હોય કે દુઃખ; શત્રુ હોય કે મિત્ર, ઈષ્ટ હોય કે અનિષ્ટ, ગંદગી હેય કે પવિત્રતા, તે બધા સ્થળે મમત્વ બુદ્ધિ રહિત થઈને વિચરશે.
મ્યાનથી તલવાર જુદી છે એમ અધ્યાત્મવાદી, શરીર અને આત્મા બનેને અલગ લેશે અને આત્માની અનંત શકિતને પ્રગટાવશે. તે આધ્યાત્મિક પૂટ બધાય ક્ષેત્રને લગાડશે; તેથી ડરશે કે ભાગશે નહીં. તેની કસેટીનો પ્રસંગ આવતાં તે સંપ્રદાય, શિલ્પ, શરીર કે ઉપકરણનાં પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાને હેમી દેતાં અચકાશે નહીં. તે શુદ્ધિ પ્રયોગોમાં પીછેહઠ કરશે નહિ. જ્યાં જ્યાં આત્માની અલગતા દેખાશે કે એ નામે કોમી, જાતીય, પક્ષીય, હુલ્લડે, રમખાણ કે ઉપદ્રવ થશે; આધ્યાત્મિક્તાને “સર્વ આત્મા સમાન”ને સિદ્ધાંત મૂકાતો જોશે, ત્યાં કેવળ ભાષણ કરીને નહીં, પણ પ્રાણુ હેમીને પણ આત્મા–આત્મા–વચ્ચે સમાનભાવ સ્થાપી શાંતિ આણવા નીડર બનીને, ભયગ્રસ્ત માનવસમાજને નિર્ભય બનાવવા પ્રયત્ન કરશે. એજ માગે વિશ્વના માનવોને ત્રાસદાયક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com