________________
૨૩૪
ત્યારે રામ તે રાવણું અને બાલી જેવા વિરોધીના મનમાં પણ સ્થાન પામી ચૂક્યા હતા. રામમાં જે સહુને અપનાવવા અને સમન્વય કરવાની હૃદયની ઉદારતા ન હોત તે તે ક્યાંથી પ્રેમચુંબક બની શકતઃ ભગવાન શ્રી કૃષ્ણનું આકર્ષણ
એવું જ પ્રેમચુંબક ભગવાન શ્રી કૃષ્ણનું છે. વ્રજની ગોપીઓ અને અંગનાઓમાં પોતાના પતિ કરતાં પણ શ્રી કૃષ્ણ પ્રતિ વધારે આકર્ષણનું કારણ ઉપરની સપ્તશક્તિઓ જ હતી. પાંડવોના તે તેઓ આકષર્ણરૂપ હતા જ પણ કૌરના આ કર્ષણ રૂપે બન્યા; નહિંતર દુર્યોધન તેમની પાસે નારાયણી સેનાની માગણી કરવા ન આવત. તેમની ઉદારતા, વ્યાપક્તા, અનાશકિત, પ્રતિકાર શકિત, વ. શક્તિઓ એવી હતી જે જુદી જુદી પ્રકૃતિના લોકોને તથા સમસ્ત જીવસૃષ્ટિને ગાય,
ડાઓ સુદ્ધાંઓને ખેંચતી હતી. યાદવ લોકોના પ્રેમી હતા છતાં તેમની ભૂલ માટે તે ટકોર કરતા, કારણ કે સત્યાગ્રાહિતા હતા. સર્વાગી કાંતિકારે
ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધને તે સર્વાગી ક્રાંતિકારમાં ગણાવી ગયા છીએ * તેમનામાં જે વિશ્વ ચૂંબકપણું હતું તે જગજાહેર છે. આજે હજારો વર્ષ વીતી ગયા પછી પણ રામ, કૃષ્ણ તેમજ બુદ્ધ મહાવીર લોકોના હૃદય સિંહાસન ઉપર વિરાજમાન છે. તેમનું આદર્શ જીવન ભારતના લોકોને જ નહીં, પણ વિદેશના લોકોને આકર્ષણરૂપ છે ભગવાન ઋષભદેવ
ભગવાન અષભદેવે સમાજની રચના કરી ત્યારે આખા સમાજના આકર્ષણ તે બન્યા જ પણ સાધુ દીક્ષા લીધા પછી પણ તેઓ વિશ્વપ્રેમના ચૂંબક શી રીતે બન્યા?
તેમણે દીક્ષા લીધા પછી મૌન સ્વીકાર્યું. જનતા સાધુની શિક્ષા છે “કાંતિકારેનાં જીવન” પુસ્તક આજ વ્યાખ્યાનમાળામાં પ્રગટ થશે તે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com