________________
૨૩૫
વિધ જાણે નહીં, ભગવાન ભિક્ષા માટે જાય અને લોકોને એટલો બધે પ્રેમ કે આહાર જેવી વસ્તુ વહેરાવે નહી! તેઓ વિચારે કે ભગવાનને વળી આહારની ક્યાં કમી છે; કોઈ કીમતી વસ્તુ વહેરાવીએ, એટલે કોઈ હાથી ભેટ કરે, કોઈ ઘેડા, કોઈ રત્ન તો કોઈ હાર ! કોઈ વળી કન્યા ધરે; એમ વિચારીને કે તે ભગવાનની સેવા કરશે. પણ ભગવાન તે એ બધાને ત્યાગ કરીને નીકળ્યા હતા એટલે કઈ રીતે સ્વીકારે ? લોકોના મનમાં નિરાશા વધતી જતી હતી પણ બધાને આકર્ષણ તે હતું જ કે ભગવાનને કેમ રાજી કરવા ? કેમ કરીને એ બોલે એને શું દુઃખ છે તે કહે ! આમ વિશ્વચુંબક ભ. ઋષભની ચિંતા બધાને હતી. એને પડઘે હસ્તિનાપુરના રાજા શ્રેયાંસકુમાર ઉપર પડ્યું. ત્યાં શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવનું સ્મરણ થાય છે અને તે ભગવાનને ઈસુને રસ વહોરાવે છે. આમ એક વર્ષ ભગવાનનું તપ ચાલ્યું પણ તે વિશ્વને આકર્ષવા માટે સફળ થયું.
ભગવાન મહાવીરે પણ પાંચ માસ પચીસ દિવસને અભિગ્રહ કર્યો ત્યારે બધી પ્રજાને તેમની ચિંતા થવા લાગી. જે વિશ્વપ્રેમી બને છે તેને પિતાની ચિંતા કરવી પડતી નથી; જગત તેની ચિંતા કરે છે.
મહાત્મા ગાંધીજીનું પ્રેમચંબક :
મહાત્મા ગાંધીજીને દાખલો લઈએ. તેમને હિંદુ મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ બધા ચાહતા હતા. એમણે પણ પ્રેમચંખકની સાત શકિતઓ મેળવેલી. દક્ષિણ આફ્રિકામાં જ્યારે વકીલાત કરવા ગયા ત્યારે કોઈને ભાગ્યે જ કપના હશે કે તેઓ વિશ્વવંદ્ય વિભૂતિ બનશે. દક્ષિણ આફ્રિકામાં કાળા લોકો ઉપર ગોરા અંગ્રેજોને અન્યાય, રંગભેદ, ખોટા પ્રતિબંધ અને ખોટા કાયદાઓ વગેરેની સામે ગાંધીજીએ તપ-ત્યાગ વડે પ્રાણોને હેડમાં મૂકીને ભારતીઓને સંગઠિત કરીને એ માર્ગે દોર્યા. એ અંગે તેમને માર, પ્રહાર અને આક્ષેપ સહેવા પડ્યા પણ, તેમણે શાંતિ અને અહિંસાને રસ્તે ઉકેલ આ. એટલે જ ત્યાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com