________________
૨૩૬
લોકો માટે ગાંધીજી મિત્ર અને આકર્ષક બની ગયા. કેવળ ભારતીય નહીં, પણ વિદેશી લોકો તેમના તરફ આકર્ષાયા.
હિંદુસ્તાન આવીને કોંગ્રેસ દ્વારા આખા હિંદના લોકોને તેમણે ખેંચ્યા. ૫. મોતીલાલ નેહરૂ, ૫. જવાહરલાલ નેહરૂ, સરદાર પટેલ, લાલા લાજપતરાય, તિલક, ગોખલે, પાલ, સુભાષ બેઝ, રાજેન્દ્રબાબુ, બધાયે સારાં બળોને તેઓ ખેંચી શક્યા. ગાંધીજી પોતે ગુરુત્વાકર્ષણ જેવા હતા. પરસ્પર વિરોધી એવાં વિવિધ બળાને, એકજ ઉદ્દેશ માટે સાંકળી રાખવામાં તેમણે અસાધારણ સિદ્ધિ મેળવી હતી. રાજાએ, મઠાધિપતિઓ, મૂડીવાદીઓ, અને ઉચ્ચ વર્ગ તેમજ ગરીબ અને હલકો ગણાતો વર્ણ એ બધાને એક સૂત્રમાં સાંકળવાની ખૂબી ગાંધીજીમાં હતી. તેમણે ટ્રસ્ટી શીપની વાત સમજાવી, જે બિરલા, ડાલમિયા, બજાજ જેવા વૈશ્ય સમજ્યા. દરેક ધર્મના દીવડામાં તેલ બત્તી પૂરીને પ્રાણદાયક તત્વ ઉમેર્યું. તેથી દરેક ધર્મના લોકો ગાંધીજીને પોતીકા માનતા. તેમને વિશ્વાસ હતો કે આ માણસ દગે દેશે નહીં. ગાંધીજી તપ કરતા તે આખા ભારત ઉપર તેની અસર થતી અને ચર્ચિલનું દિલ પણ હાલી ઊઠતું. તેનું કારણ તેમનામાં રહેલું પ્રેમચુંબક તત્ત્વજ છે. પંનેહરૂની લોકપ્રિયતા :
આજે ૫. નેહરૂજીને વિરોધી પક્ષવાળા લોકો પણ શા માટે ચાહે છે? આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આજે તેમના વચનને વજન અપાય છે અને લોકો તેમના પ્રતિ આકર્ષાય છે. જ્યાં જ્યાં તેઓ જાય છે ત્યાં ત્યાં તેમને જગતના મહાન શાંતિ પુરૂષ તરીકે ઓળખવામાં આવે છે.
સઉદી અરેબિયાના વડા પ્રધાને એમને “વિશ્વશાંતિ દૂત” તરીકે સંબોધ્યા હતા. એનું કારણ એમનામાં રહેલી પ્રેમચુંબકની સાત શક્તિઓ છે. તેમને ગાંધીજી પાસેથી અહિંસાને વારસો મળે છે. તેને એ અમલમાં મૂકે છે. અન્ય રાષ્ટ્રોને પણ અમલમાં મૂકાવવાની ભૂમિકા ઊભી કરે છે. વિશ્વ સાથે તેમને અનુબંધ પણ છે. પંચશીલ વડે ઘણું વિશ્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com