________________
૩૩
રીતે અનુબંધને ધકકો નહોય તો તે વિશ્વસુધી પહોંચી શકશે નહીં. અને વિશ્વ સુધી પહોંચશે નહિ તો વિશ્વના પ્રાણીઓના હૃદયમાં તેના પ્રત્યે આકર્ષણ જામશે નહીં. એટલા માટે વિશ્વની સુસંસ્થાઓ અને સુવ્યક્તિઓ સાથે અનુબંધ એ સાતમી ગ્યતા છે.
આમ આ સાત શક્તિઓ મળીને જે આકર્ષક શકિત પેદા કરે છે અને જગત જેના પ્રતિ ખેંચાય છે તેને આપણે પ્રેમચુંબક કહીશું.
હવે થોડાક દાખલાઓ જોઈએ કે આ સપ્તશક્તિઓ કેવી રીતે કામ કરે છે. રામનું પ્રેમ ચુંબક
રામે જ્યાં સુધી વનવાસ ન સ્વીકાર્યો ત્યાં સુધી તેઓ અયોધ્યાવાસીના પ્રેમચંબક રહ્યા. પણ, જ્યારે અધ્યાથી બહાર પગ મૂકે ત્યારે તેઓ આરણ્યક, વાનરે, રાક્ષસો વનવાસીઓ, ઋષિમુનિઓ, શબરી વગેરે સર્વેના આકર્ષણ બની ગયા. તેમને અનુબંધ વધતો ગયો તેમ તેમણે ઉત્તર અને દક્ષિણ હિંદને એક કર્યું. અને આર્ય—અનાર્યનું સમન્વય પણ સિધ્ધ કર્યું રામમાં પ્રેમચંબક બનવાની શક્તિ કેવળ દેશાટનથી નહોતી આવી તેમનામાં ઉપર બતાવેલ સપ્ત શકિતઓ હતી. પર્યટન તે આજે પણ કરે છે પણ દરેક વિશ્વના પ્રેમચુંબક બની શકતા નથી. રામ આજે પણ વિશ્વની દરેક વ્યકિત માટે આકર્ષણભૂત છે. સામાન્ય માનવી તેને માને છે. ત્યારે મહાત્મા ગાંધીજીને રામ ઉપર અનન્ય શ્રદ્ધા હતી અને રામરાજ્યની તેઓ કલ્પના કરતા હતા.
આ સાત શકિતઓને સાથ ન હોય અને કેવળ પ્રાણ-પ્રતિષ્ઠા, પરિગ્રહ હોમી દેવાની શકિત હોય તે તે વિશ્વ પ્રેમ ચૂંબક બની શકો નથી. ગાંધીજીને ગોળી મારનાર ગોસેએ જોવા જઈએ તે બધાને ફિટકાર સાંભળીને પણ માફી ન માંગતા પ્રતિષ્ઠા હેમી હતી, ફાંસીની સજા સ્વીકારી તેણે પ્રાણ અને પરિગ્રહ પણ છોડયા હતા. તે છતાં તે વિશ્વનું તે શું પિતાની જ્ઞાતિનું પણ પ્રેમ ચુંબક બની શક ન હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com