________________
૨૩૧
એ જરૂરી છે કે તેમને મેહ કે સ્વાર્થ સંબંધ ન હોવો જોઈએ જે દેશોને વધારે. એ દષ્ટિએ શિષ્ય-શિષ્યામહ, જૂથવૃધિમેહ, પુસ્તકમેહ પણ ન જોઈએ કારણ કે સાધુ માટે “મૂછ–મમત્વને પરિગ્રહ” કહીને તેને ત્યાજ્ય ગણે છે. ત્યારે ક્રાંતિપ્રિય સાધુ એને તે કયાંથી જ કેળવે? કેણ ક્રાંતિપ્રિય? તેના મુખ્ય બે ગુણે
ક્રાંતિપ્રિય સાધુને વિશ્વ સાથે વાત્સલ્ય સંબંધ છે જોઈએ, અને તેના ગુણો એવા હેવા જોઈએ જે વાત્સલ્યભાવને પુષ્ટ કરે. આમ જોવા જતાં ક્રાંતિપ્રિય સાધુવર્ગમાં બધા પ્રકારના સાધુ-સંત, સાધ્વીઓ-સન્યાસીઓ આવી શકે છે. કેવળ તેમનામાં નીચેના બે ગુણે ખાસ હોવા જોઈએ –
(૧) પ્રેમનું પ્રબળ ચુંબક: તેની પાસે એવી પ્રબળ આકર્ષક ચુંબક જેવી શક્તિ હેવી જોઈએ કે તે આખા વિશ્વને આકર્ષી શકે. એના માટે એટલો બધો ત્યાગી, તપસ્વી ને બલિદાનની ભાવનાવાળો કે નિરપેક્ષી હવે જોઈએ કે તે વિશ્વને પિતાનાં તરફ ખેંચી શકે; વિશ્વના પ્રલોભને તરફ એને ખેંચાવાની જરૂર ન રહે.
(૨) સક્રિય પ્રતિભા : એની પ્રતિભાશક્તિ કે સ્કૂરણ શક્તિ એટલી બધી પ્રબળ અને સક્રિય હોવી જોઈએ કે તે આખા વિશ્વના પ્રશ્નોને ઉકેલી શકે. વિશ્વમાં થતી ક્રાંતિઓમાં તે સત્ય અહિંસાનું તત્વ ઉમેરી શકે. વિશ્વશાંતિ માટે તે પોતાની પ્રતિભાનો સક્રિય ઉપયોગ કરી શકે અને નવીન જનમાનસને દોરી શકે.
આ બે મુખ્ય ગુણે ક્રાંતિપ્રિય સાધુ વર્ગમાં હોય તે બીજા ગુણો અને મહાવત તેમજ તપ-ત્યાગ વગેરે તેમના જીવનમાં કેળવવા જ પડે. સાથે સાથે સાર્વત્રિક ઊંડે લોક સંપર્ક સ્થાપતિ કરવા માટે એણે પાદ-વિહાર અને ભિક્ષાચારીના મૌલિક નિયમો પાળવા સિવાય ચાલે જ નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com