________________
૨૩૦
સંધ કે ગુરુના બંધનો પણ તેની ક્રાંતિમાં બાધક રૂ૫ થશે. એના ઉત્તરમાં વિનમ્રરૂપે એટલું કહેવાનું કે જે મૌલિક નિયમો અને મર્યાદાઓ છે તેનું પાલન તો સ્વેચ્છાએ સ્વનિયમન રૂપે તેણે કરવાનું જ છે. વેશ કે સંપ્રદાય છેડે તે તેણે તેને સાધુ અવસ્થામાં, રહેવું હશે તે બીજે વેશ ધારણ કરવો રહ્યો. તેનાં ચિહ્નો પૂર્વ સંપ્રદાયથી જુદા ધારણ કરવાં રહ્યાં. આ તો બકરી કાઢીને ઊંટ પેસાડવા જેવું થશે. કારણ કે આમ કરવાથી એક નવો સંપ્રદાય (વાડે) ઊભો થશે; અને નવો સંપ્રદાય વળી સાંપ્રદાયિકતાનું ઝનૂન અને કલેશે વધારશે અને નવા ગુરુ સંબંધે નવાં બંધને પેદા કરશે. એટલે જ ક્રાંતિપ્રિય સાધુ દરેક સંપ્રદાય કે સાધુસંધમાંથી ઊભા થશે. તેઓ પોતાના આચાર–વિચારમાં કડક હોવા છતાં જે નિયમ અહિંસાબાધક, દંભવર્ધક અને વિકાસઘાતક જડ હશે તેમજ યુગાનુરૂપ નહીં હોય તેમાં તેઓ સંશોધન-પરિવર્ધન કરશે. તેમાં સુધારણ કરવા નીકળ્યા છે ને કે સંબંધે બગાડવા. તેમજ તેમને આત્મવત સંબંધ બધા આત્માઓ સાથે હોઈને, પૂર્વ સંપ્રદાય કે ગુરુ સાથે તેમને ધર્મસંબંધ (અનુબંધ) જરૂર રહેશે. એ મેહરૂપે ને બદલે તેનું એ ધ્યાન રાખશે.
ગૃહસ્થા સાથે અનુબંધ
ઘણું લોકો ક્રાંતિ શબ્દ સાંભળી આંધળા જેશમાં આવી એમ પણ કહે છે કે તેમણે સાધુસંસ્થા સિવાય સાંસારિક વર્ગ સાથે સંબંધ ન રાખવો જોઈએ. કારણ કે તે બંધનકારક છે. આ વાત પણ યોગ્ય નથી કારણ કે ધર્મ સંસ્થાને તે આખા વિશ્વ સાથે અનુબંધ છે. આ ભગવાન મહાવીરે સંધની રચના કરી તેમાં સાધુ-સાધ્વી સાથે ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકા જે સસારી છે તેમને આ કારણે જ લીધા છે. ત્યારબાદ આચાર્યોએ માર્ગાનુસારીને સંધમાં લીધા અને પ્રાગ્વાટ, એસવાલ વગેરે જ્ઞાતિઓ સ્થાપીને તેમને ધર્મની પ્રેરણા આપી અને ધાર્મિક અનુબંધ રાખ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com