________________
૨૩૨
પ્રબળ પ્રેમચંબક બનવા માટે:
હવે પ્રેમચુંબક બનવા માટે કઈ કઈ યોગ્યતાની જરૂર છે તેને વિચારી કરીએ –
(૧) સર્વ પ્રથમ તો તેને વ્યાપક અને ઉદારહદયી બનવું જોઈએ. કેટલાક સાધુઓમાં વ્યાપકતા હોય છે અને તેઓ ઉદાર-હૃદયી પણ હેય છે. પણ તેમનામાં ઊંડે ઊંડે સંપ્રદાય મોહ, જ્ઞાન વગેરેની અભિમાનની ગ્રંથી હોય છે તે ન લેવી જોઈએ.
(૨) આ ગ્રંથી દૂર થાય તે માટે બીજી યોગ્યતા તરીકે નમ્રતા હોવી જોઈએ. તે વિનમ્ર હે જોઈએ એ વાત ખરી પણ પછી પિતાને સિદ્ધાંત ચૂકાતો હય, સામો માણસ અનિષ્ટ કરતે હેય, છતાં કહેવાતી વિનમ્રતાને લીધે હાજી હા કર્યા કરે, અગર તે ખુશામદી કે ચાંપલૂસી કરે. મતલબ કે તેની વિનમ્રતા અનિષ્ટોને ઉધાડા પાડવામાં બાધક ન બનવી જોઈએ.
(૩) એટલે ત્રીજી યોગ્યતા તરીકે સત્યગ્રાહિતા હેવી જોઈએ.
(૪) સત્યગ્રાહિતા હોય પણ પ્રતિકાર શક્તિ નહોય તે તે નકામી નીવડશે. એટલે અહિંસક ઢબે પ્રતિકાર શક્તિ એ એથી યોગ્યતા છે.
(૫) અહિંસક ઢબે પ્રતિકાર કરવાની શકિત હોય પણ જ્યાં સહન કરવાનું આવે ત્યાં પૈર્ય હોવું જોઈએ એ પાંચમી યોગ્યતા છે.
(૬) આ વૈર્ય ટકી રહે તે માટે અવ્યક્ત બળ પ્રત્યે દઢ વિશ્વાસ નહીં હોય તો સર્વસ્વ ત્યાગની ભાવના નહીં આવે. એટલે અવ્યકત બળ પ્રત્યે દઢ શ્રદ્ધા એ છઠ્ઠી યોગ્યતા છે.
(૭) આ બધુ હેવા છતાં જે તેને વિશ્વની સાથે અનુબંધ નહીં હેય તો તે આખા વિશ્વસુધી નહીં પહોંચી શકે જેમ રોકેટને ધકકો ભારનાર યંત્ર નહેય તે તે ગંતવ્ય સ્થાન સુધી પહોંચી ન શકે એવી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com