________________
ક્રાંતિપ્રિય સાધુના પ્રધાન ગુણ [૧૪] મુનિશ્રી નેમિચંદ્રજી] [૩-૧૧-૧
સાધુસંસ્થાની ઉપયોગિતા અલગ અલગ ક્ષેત્રે વિચારાઈ ગયા બાદ એ મંતવ્ય ઉપર પહોંચી શકાય છે કે એની અનિવાર્યતા ન ટાળી શકાય એવી છે. આજે જગતને પ્રચલિત સાધુ-સન્યાસી સંસ્થામાંથી એવા ચુનંદા સાધુઓની જરૂર છે જે માનવજીવનના દરેક ક્ષેત્રમાં વિશ્વવાત્સલ્યતા વહેવડાવી શકે. એ માટે જે ક્રાંતિનું કાર્ય કરવાનું છે તે અમુક ક્રાંતિદષ્ટા કે ક્રાંતિની ધગશવાળા સાધુ જ કરી શકશે. તેમણે વિશ્વવાત્સલ્યનું ધ્યેય લીધું હશે અને અનુબંધ વિચારને બરાબર પચાવ્યો હશે. આવા સાધુને ક્રાંતિપ્રિય સાધુ તરીકે ઓળખીશું.
આ ક્રાંતિપ્રિય સાધુ કોઈ ધૂળ એકઠામાં કે વાડામાં બંધાશે. નહીં. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રતિબંધ વગર વિચરશે. એને અર્થ એ પણ નથી કે તે પિતાના સંધ કે સાધુ સંસ્થાના સંગઠન સાથે કોઈ પણ પ્રકારને સંબંધ રાખશે નહીં. તેને સંબંધ જગતના સમસ્ત પ્રાણીઓ સાથે અનુબંધયુક્ત રહેશે. એણે ૬ કામ (પ્રાણી માત્ર)ના માતાપિતા (વિશ્વવત્સલ) બનવાની જવાબદારી લીધી છે એટલે તે આંતરિક રીતે જગતના દરેક પ્રાણીઓ સાથે જોડાયેલો હેઈને, અનુબંધ યોગ્ય સંસ્થાઓ સાથે જોડાયેલો રહેશે. પણ એમાં મેહ, રાગ, દ્વેષ કે સ્વાર્થની દષ્ટિ નહીં હોય. ન વડે નહીં, પણ સ્વનિયમન
ઘણા લોકોનું કહેવું છે કે કાંતિપ્રિય સાધુને પછી વેથ અને સંધના બંધને શા માટે જોઈએ? તેણે જે સંપ્રદાયમાં દીક્ષા લીધી છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com