________________
રર૭
સમજાવટથી પ્રશ્નો પતે એવી ભૂમિકા ઉત્પન્ન થઈ છે. એટલે તપ-ત્યાગની શક્તિનું અનુસંધાન વિશ્વના પ્રશ્નો સાથે કરવું પડશે. “તપ એ સ્વ–પર ક૯યાણ માટે શુદ્ધિનું મોટું સાધન છે. એને જગતના આત્માઓ સાથે અનુસંધાન થાય તે આધ્યાત્મિક પ્રકાશ થાય.
શ્રી. ચંચળબહેન : “વૈદિક ધર્મો જયારે યજ્ઞની શકિતને સ્વર્ગના ફળ તરફ વાળી ત્યારે જગતમાં ભૌતિક દષ્ટિ વધી; કારણ; સમાજને બ્રાહ્મણ વર્ગ એ તરફ વળે. ભગવાન મહાવીરે અને બુદ્ધ ફરી તપત્યાગ અને અધ્યાત્મની પ્રતિષ્ઠા કરી અને શંકરાચાર્યે એજ અધ્યાત્મના માર્ગે બ્રાહ્મણોને પણ પુનરૂદ્ધાર કર્યો. તેમણે શ્રગેરીપુર, જગન્નાથ, હરદ્વાર અને દ્વારકા એ ચારે ભારતના ખુણાઓમાં ધર્મ-દીપના ધામે પ્રગટાવ્યા અને આધ્યાત્મિક માર્ગને અજવાળી નાની ઉમરે જીવન લીલા સંકેલી લીધી.
શ્રી. સુંદરલાલ : “આધ્યાત્મિક ક્ષેત્રમાં સર્વધર્મ સમવય અને માનવ એકતા મુખ્ય બની રહે છે. એટલે જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રની ક્રાંતિને વિચાર કરીએ છીએ ત્યારે બ્રાહ્મણ-ધર્મને પુનરૂદ્ધાર થયે એના બદલે વૈદિક ધર્મને બૌદ્ધધર્મના નિમિત્તે ચાલના મળી તેમ ગણીએ તે વધારે યોગ્ય થશે.
આજે સાધનને સાધ્ય માનવામાં આવે છે, તેથી જ આખો ગૂંચવાડે પેદા થઈ ગયું છે. સાધુસંસ્થાએ પિતાના આજના સ્વરૂપમાં યુગાનુરૂપ ફેરફાર કરવા પડશે તેમજ તેનું સાચું તેજ વધશે; અને તેની જવાબદારી સાર્થક થશે.”
શ્રી. બહાચારી : “વાયુ અને આકાશથી પણ સક્ષ્મ એવી આધ્યાત્મિક્તા વ્યાપક અને સર્વત્ર, અવ્યકત જગતમાં પડી છે. તેને વ્યક્ત જગત સાથે તાલ મેળવવો પડશે. સાધુસંસ્થા જ વિરકત હોય છે સાધુ થયા બાદ તેને મરણને ભય હોતો નથી, નિંદા કે પ્રશંસાની તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com