________________
૨૨૦
આખું જીવન આદર્શ જેવું છે. રાજકારણ કે સમાજકારણ, સ્ત્રીકરણ કે જાતિકારણ, માનવકારણ કે પ્રાણીકારણ; તેમણે દરેક ક્ષેત્રની અસંસ્કારિતા દૂર કરવામાં જ પિતાની આધ્યાત્મિકતાની સંપૂર્ણ ઉપયોગિતા માની હતી. ત્યારબાદના જૈનાચાર્યોએ, પણ રાજકારણ કે સમાજકારણની, ગંદકી લાગી જશે એ કારણે આધ્યાત્મિક્તાને એકાંગી કે પંગુ નહોતી બનાવી, પણ વ્યાપક હિતાર્થે તેનો ઉપયોગ કર્યો હતો. એટલે આજે આધ્યાત્મિકતાના નામે વ્યકિતવાદ, એકાંગી આત્મવાદ, અલગતાવાદ, સ્વાર્થવાદ, ચમત્કારવાદ ચાલે છે તે સાચી આધ્યાત્મિક્તા નથી પણ તેની વિકૃતિઓ છે, ભગવાન મહાવીરે તે કાળમાં અધ્યાત્મના નામે જે જે વિકૃતિઓ ચાલતી હતી તેને દૂર કરી-કરાવી હતી. તે આજે તેમને માનનારા સાધુ-સન્યાસીઓએ તો અધ્યાત્મવાદના નામે ચાલતી બધી વિકૃતિઓને ઘટસ્ફોટ કરી તેને દૂર કરવા-કરાવવા માટે પુરુષાર્થ કરવું જોઈએ.
સાધુસંસ્થાની આધ્યાત્મિક ક્ષેત્રે ઉપયોગિતા કઈ રીતે?
પણ, આજે ઘડાયેલી સાધુસંસ્થામાં ઘણું ઓછા આધ્યાત્મિકતાને સાચા સ્વરૂપમાં સમજે છે. મોટો ભાગ તો આધ્યાત્મિકતાના નામે બ્રાંતિઓ અને વહેમને શિકાર છે. પિતાના અનુયાયી વર્ગને પણ એ અંધવિશ્વાસને માર્ગે લઈ જાય છે. એથી પણ વધારે દુઃખદ બીના તો એ છે કે જેઓ અધ્યાત્મને સમજી માનવજીવનના દરેક ક્ષેત્રમાં આત્મીયતા સાધવા, આધ્યાત્મને પુટ લગાડવા મથે છે તેની ટીકા કરવાથી લઈને ઉતારી પાડવા સુધી પ્રયત્ન કરે છે. અને વગોવે છે કે એ સંસારના કામમાં પડયા. આધ્યાત્મિક રહ્યા નથી એવું કહી આધ્યાત્મિકતાને એક કુંડાળામાં જ રાખવા મથે છે.
તેઓ ભૂલે છે કે આધ્યાત્મિકતાને પુટ સિદ્ધ પુરુષોને લગાડવાને નથી પણ સંસારી જીવોને લગાડવાને છે, તે માટે કયાં કયાં આવરણો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com