________________
૨૨૪.
વિશ્વામિત્ર, સાંદીપનિ, યાજ્ઞવલય જેવા ઋષિઓને પિતાને પ્રભાવ હતો. આ કાળે ગાંધીજીએ બહુ મોટું કાર્ય કર્યું પણ તે અમૂક હદે જઈને થંભી ગયું. ૫. નેહરૂ તેમજ સંત વિનેબાજી ખૂબ મથે છે; પણ સાધુ સંસ્થા સિવાય એ યંભેલું કાર્ય વિશ્વવ્યાપી બનાવવાનું શક્ય નથી. જો કે આ કાર્યમાં ગૃહસ્થાશ્રમીઓ, બ્રહ્મચારીઓ કે વાનપ્રસ્થાશ્રમીઓ મદદગાર જરૂર બની શકે પણ એ બધાની સાથે રાહબર તે સાધુસન્યાસીઓ જ જોઈશે. એટલે આ સાધુ શિબિર સમયસર થઈ છે.
બીજા બધાં ક્ષેત્રે આપણે જોઈ ગયા પણ, આ ક્ષેત્ર તે સાધુસંસ્થાએ હજારો વર્ષોથી ખેડયું છે. જ્યારે વિશ્વ એક થઈ રહ્યું છે ત્યારે આધ્યાત્મિક પાયા વિના ચાલશે નહીં. આથી વિશ્વના પ્રાણીમાત્રમાં જે આત્મતત્વ વિકાસ લક્ષી પડ્યું છે તેને જગાડવાનું કામ સાધુસંસ્થાના સભ્યોએ જ કરવું પડશે. આજના ભૌતિકવાદની લાલચમાંથી બધા સાધુ-સન્યાસીઓ ઉપર નહીં ઊઠી શકે, પણ જેઓ ઊંચે ઉઠશે તેઓ બીજા અનેક સાધુસંન્યાસીની ખાટી નીંદ અને બેદરકારી જરૂર ઉડાડી શકશે. એટલે આ ક્ષેત્રે એકમાત્ર સાધુસંસ્થાની અનિવાર્ય ઉપયોગિતા છે. રંતિદેવને આર્દશ
શ્રી. દેવજીભાઈ: “તીર્થકરેને કોઈ પૂછે કે આપ જગત માટે અથાગ પ્રયત્ન કરો છો તે તેઓ એમજ કહેશે કે જગતના પ્રાણી માત્ર સાથે મારે આત્મીયતા સહજ થઈ છે, તેથી પ્રેરાઈને હું કરું છું. એથી જે નિવૃત્ત છે તેજ સહુથી વધુ પ્રવૃત છે. આત્મા તરફ લક્ષ રાખી વિશ્વાત્માઓ સાથે ઐક્ય સાધે તે આધ્યાત્મિક છે, આવા સાધકોને કદિ નિરાશા સ્પર્શતી નથી અને જીવનના અંત સુધી તેઓ પ્રાણીમાત્રના ઉદ્ધારની પ્રવૃત્તિ કરતા જ જાય છે.
ભ. રામકૃષ્ણ કે ભ. બુદ્ધ-મહાવીર સર્વાગી ક્રાંતિકાર હોઈ તેઓ આધ્યાત્મિકતા આચરે આચરાવે તે સહજ છે. પણ ૪૮ દિવસના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com