________________
૨૦૫
અને બુદ્ધ અર્ધમાગધી અને પાલી જેવી લક્ઝાષાને અપનાવી હતી. તેમ લેકભાષા અને ભાતભાષાને અપનાવી તેને વિકાસ કરે પડશે. એ માટે જરૂર જણાય તે શુદ્ધિ આંદોલન કરવાં પડશે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અણુબના પ્રયોગ અને વિશ્વયુદ્ધની વાતે ચાલે છે. તે માટે સામુદાયિક અહિંસાના પ્રયોગો કરી અનાક્રમણતાના તત્વને વિશ્વના વાતાવરણમાં ઉપર લાવવું પડશે.
આમ સંસ્કૃતિરક્ષાનું કાર્ય આજે નવી સંગઠિત દષ્ટિ અને વિચારણું માગી લે છે. તે કાર્ય સાધુસંસ્થાએ જ ઉપાડવાનું છે અને જગતના પ્રવાહે ઓળખી, દીર્ધ દૃષ્ટિએ પાર પાડવાનું છે. તે માટે સર્વ પ્રથમ તે તેણે નૈતિક ધોરણે લોકસંગઠને અને લોકસેવક સંગઠને રચી, તેમને રાજ્ય ઉપર અંકુશ આવે એમ કરવું પડશે. રાજ્યને રાજકીય ક્ષેત્ર સોંપી બાકીનાં ક્ષેત્રે આવાં નૈતિક સંગઠનેને મળે તે માટે પ્રયાસ કરી સાધુસંસ્થાએ પિતાની ઉપયોગિતા સિદ્ધ કરવા સંતસંસ્કૃતિની સર્વાગી રીતે રક્ષા કરવી પડશે.
ચર્ચા-વિચારણું ક્રાંતિપ્રિય સાધુ સંસ્કૃતિ રક્ષાનું કામ કરે :
શ્રી. પૂંજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું. “સાધુઓમાં બે પ્રકારના સાધુઓ છે. એક તે નામધારી કે વેશધારી સાધુ જેમની વેશ ભૂષા કે ભાષા સાધુતાને શોભતી નથી. રાગ-દ્વેષ અને ક્રોધ પણ ભારોભાર હોય છે. ઘણા લોકો અંધશ્રદ્ધાના કારણે હજુ તેમને માને છે. તેમનાથી સંસ્કૃતિ રક્ષાનું કાર્ય નહીં થાય. જૈનેમાં પણ સંકીર્ણતા અને ધર્મ મૂઢતા વ. દેશે તે છેજ પણ જૈનેતર સાધુઓ કરતાં સારા અને ઉચે દરજજો ધરાવનાર એમાંથી ૫ણુ અને કેટલાક વેદિક સન્યાસીઓમાંથી ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ નીકળે તોજ તેઓ શંકરાચાર્ય-હેમચંદ્રાચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com