________________
૨૧૫
પિતાના આત્મભાવના ત્રાજવે જગતના પ્રાણીઓનાં સુખદુઃખને સમજી; તે સમજણ પૂર્વક દરેકને સુખી કરવાને દરેકમાં આત્મભાવ જગાડવાનો વહેવાર કરશે; તેમજ બીજાને પણ એજ માર્ગે દેરશે.
આધ્યાત્મિક જ્ઞાન કદી સિદ્ધ અને સંસારમાં પણ આત્માની દૃષ્ટિએ ભેદ કરશે નહીં; જુદા જુદા ઘટમાં રહેલ આત્મ વિકાસના તારતમ્યને કે આવરણોને લઈને દેખાય છે પણ આત્મતત્ત્વ તો સહુમાં સમાન છે, એમ માનશે. તે નાના નાના જીવોમાં પણ પરમાત્મ-સ્વરૂપનાં દર્શન કરશે.
નરસી મહેતાએ એકવાર રોટલી બનાવી લીધી અને ચોપડવા માટે ઘી લેવા અંદર ગયા. એટલામાં એક કુતરે ત્યાં આવ્યો અને રે ટલી લઈને ગયા. નરસી મહેતા ઘીની હાંડલી લઈને બહાર આવ્યા અને કુતરાને રોટલી લઈને જતે જોઈને બેલ્યાઃ “ભગવાન ! મને શી ખબર હતી કે આપ આટલા ભૂખ્યા છે! પણ ઘી ચોપડ્યા વગરની રોટલી ગળે અટકશે. માટે થોભે, એને હું ચોપડી દઉં!” એમ કહીને કુતરા પાછળ દોડ્યા. કુતરો એક જગ્યાએ અટક્યું કે તેના પગ પકડી લીધા અને રોટલી ચે પડીને તેની આગળ ધરી. આ હતી નરસી મહેતાનો પારદર્શી દષ્ટિ ! પિતાને ગળે લુખી જેટલી અટકે તો કુતરાને પણ અટકે એમ માની તેમણે કુતરાનું દુઃખ જોયું. વિદેશમાં કહ્યું છે :
“ો વૈ મૂમાં તસુરવમ્ ” –જે વ્યાપક બને છે તે સુખરૂપ થાય છે. વ્યાપક બનતાં તેને પિતાની ચિંતા જાતે કરવાની હોતી નથી; તેની ચિંતા બીજા કરે છે. વિશ્વ ચૈતન્યના દુ:ખ કે આવરણો દૂર કરવામાં તે જાતે સંશોધન કરી, તેને દૂર કરવા પ્રયત્ન કરે છે. અને તે આત્માઓને આત્મગુણો તરફ વાળવા પ્રયત્ન કરે છે. વિશાળતામાં જે આનંદ છે તે સંકીર્ણતામાં નથી. આધ્યાત્મિકતાનું વ્યાપક ક્ષેત્ર આખું જગત છે ત્યારે કેવળ સ્વાર્થી
બની પોતાના જ પાંચ હાથના દેહમાં તે સીમિત થઈ જાય તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com