________________
૨૧૭
ગંદગી સાથે અમને શું ? અમારે તો માત્ર ઉપાશ્રય કે એકાંત સ્થાનમાં રહીને, પોતાના જ આત્માનું ચિંતન કરવું જોઈએ. દુનિયામાં જેને આત્મા તરવાને છે તે તરશે, જે અમે જગતના બધા ગદવાડમાં જશું તે અમને પણ ગંદવાડ વળગી જશે. માટે તેનાથી દૂર રહેવું સારું છે. આ એકાંગી અધ્યાત્મવાદની દષ્ટિ તે છે જ; પણ તે અપૂર્ણતાનેય જાહેર કરે છે અને સાથે પલાયનવાદી મનવૃત્તિ સૂચવે છે.
જે આત્મા પોતે પવિત્ર છે તે કઈ રીતે અશુદ્ધ થઈ શકે ? અને અશુચિના ડરે જગતના કલ્યાણથી કઈ રીતે ભાગી શકે ! ડોકટર રોગીના કીટાણુઓ પોતાને લાગશે એમ કરીને ડરે રોગીને ન અડે તે એ ડોકટર નથી; કાં તે એ સહૃદયી નથી એમજ માનવું રહ્યું. મા પિતાના બાળકની અશુચિ જોઈ તેને પડતું મૂકતી નથી; “ પણ બિચારૂ ગ૬ પડયું છે; લાવ ને સાફ કરી દઉં” એવા પ્રબળ વાત્સલ્ય પ્રેરાઈને તેને સાફ કરે છે. ત્યારે અધ્યાત્મવાદી વિધવત્સલ જગત માતા છે; તે જગતરૂપી સંતાન ઉપર ક્યાંયે ગંદવાડ કે અશુચિ હશે તે તેને દૂર કરતા અચકાશે નહીં ! જે તે અચકાય તે તેને આધ્યાત્મિક કોઈ કહેશે જ નહીં.
ગાંધીજીને કોઇ એ કહ્યું : “આ૫ આધ્યાત્મિક ક્ષેત્ર છેડીને આ રાજકારણના ગંદવાડમાં કેમ પડયા ?”
ત્યારે તેમણે કહ્યું: “જ્યાં ગંદવાડ છે ત્યાંજ આધ્યાત્મિકનું સાચું ક્ષેત્ર છે. ને હું એ કામ ન કરે તે ગંદવાડ વધશે અને મને તેમજ દુનિયાને દુઃખદાયી થશે. એટલે રાજકીય ક્ષેત્રને ગંદવાડ દૂર કર્યા સિવાય મને મોક્ષ મળવાને નથી.” સાચે આધ્યાત્મિક પિતાની જાગૃતિ રાખી એ અશુદ્ધિ અને ગંદવાડને દૂર કરશે. દીવો અંધારામાં નહીં પ્રકાશે તે તેની ઉપયોગિતા શું?
ભગવાન મહાવીર અનાર્ય પ્રદેશોમાં ગયા; ત્યાં કરતાં અને અસંસ્કારિતાઓથી ભરેલા લોકો હતા. ચંડકૌષશિક સપ પાસે ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com