________________
ર૧૩
પ્રયત્ન કરે છે તેમ કરવા માટે તે પિતાના પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહ હોમવા પણ તૈયાર થાય છે, કારણ કે તેનું પ્રેરકબળ વિશ્વચેતન્ય છે. જો ત્યાં તેનું પ્રેરક બળ પિતાનું જ ચૈતન્ય હોય તો આવી સહનશક્તિ તેનામાં ન આવી શકે અને મરણાંત સુધી શ્રદ્ધા- (વિશ્વના અવ્યકત ચૈતન્ય પ્રત્યે ) પૂર્વક ટકી ન શકે. તેને એ ખાતરી હોય છે કે શરીરનો નાશ થાય છે, પણ આત્માને નાશ થતો નથી તેથી જ તેનામાં વિશ્વચેતન્ય પ્રત્યે મરણાંત સુધી શ્રદ્ધા રહેલી હેય છે. ઇશુખ્રિસ્ત કે સોક્રેટિસ વગેરે પિતાનાં પ્રાણુત સુધી અવિચળ પણે ટકી રહ્યા, તેની પાછળ આજ ભાવના સક્રિય કાર્ય કરતી હતી. એટલે જ તેઓ પિતાના પ્રાણના ભોગે પણ જગતના દુઃખને પિતાનાં માની; જાને કષ્ટ સહી જગતના દુઃખ દૂર કરવા મથે છે. અહમ્નશ્રાવક સામે દેવે ભયંકર પરિસ્થિતિ સર્જી પણ તેની સામે વિશ્વ-અધ્યાત્મનું એજ પ્રેરક બળ હતું એટલે તે ન ડગે.
માતા જેમ પતે કષ્ટ સહી બાળકને સુખ આપવામાં આનંદ માને છે, તેમ ખરે આધ્યાત્મિક જાતે હમાઈ કષ્ટ સહીને વિશ્વાત્માઓની ભાવ રક્ષા કરવામાં અનેરો આનંદ માને છે. તે બધા આત્મામાં પિતા૫ણું જુએ છે અને એટલે જ તે “સવ મુથg મૂયરફ સન્ન મારુ
”- સર્વઆત્માને આત્મવત અને સમભાવથી જોઈ શકે છે પારકા દુખે જોઈને તેનું હૃદય દ્રવિત થશે, અને તેને દૂર કરવાનું પસંદ કરશે. સ્વચ્છતા જેને પસંદ છે, તે વ્યકિત કચરે ગમે ત્યાં હશે છતાં સાફ કર્યા વગર રહી શકે જ નહીં, એવું આધ્યાત્મિક પુરૂષનું પારકાં દુઃખ પ્રતિ છે.
અબ્રાહમ લિંકન જ્યારે કાદવમાં ફસાયેલા ડુકકરને બહાર કાઢે છે ત્યારે તેના દુઃખને પિતાનું ગણુને જ કાઢે છે અને તેમ કરવા જતાં પિતાના કપડાં ખરાબ થઈ જાય છે તે તેની ચિંતા કરતા નથી. પણ ભૂંડને બહાર કાઢયાને અનેરો આનંદ અનુભવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com