________________
૨૧૪
ગજસુકુમાર મુનિ બહુ જ લાડકોડમાં ઉછરેલા પણ વૈરાગ્ય આવતાં યુવાનીમાં દીક્ષા લીધી, દીક્ષાને પહેલે દિવસે જ તેમણે તેમનાથ પ્રભુને કહ્યું કે મને વહેલી તકે આત્મ વિકાસની સિદ્ધિ થાય તેવો માર્ગ બતાવે. તેમણે બારમી ભિક્ષની પ્રતિમા બતાવી અને ગજસુકુમાર મુનિ મસાણમાં તેની સાધના કરવા ગયા. ત્યાં જ તેમને સંસાર પક્ષને સસરે સોમલ બ્રાહ્મણ નીકળે છે અને પિતાની દીકરીનું શું થશે ? એની ચિંતામાં ક્રોધે ભરાઈ ગજસુકુમાર મુનિના માથે માટીની પાળ બાંધી તેમાં ધગધગતા અંગારા નાખે છે. તે વખતે આજના કોઈપણ સાધુની જેમ તેઓ ગુસ્સે ન થયા; પણ માથું સળગી બળી રહ્યું છે અને તેની અપાર વેદના છે છતાં તેઓ સમભાવ ધારણ કરે છે અને વિશ્વના આત્માઓ સાથેની એકતા અનુભવી પિતાના સસરાને કર્મબંધન મુકિતનું કારણ માને છે. તેમને સંપૂર્ણ ચતન્યની જાણકારી રૂપે કેવળજ્ઞાન થાય છે. આવું છે આધ્યાત્મિક્તા અને વિશ્વાત્માઓ રૂ૫ પ્રેરક બળ.
આધ્યાત્મિક્તા એટલે?
આ આખું વિશ્વ આધ્યાત્મિક ક્ષેત્ર છે. જ્યાં જ્યાં આત્માઓ છે તે તે ક્ષેત્ર આધ્યાત્મિક ક્ષેત્ર જ છે. વિશ્વના દરેક આત્માઓ અને પિતાને આત્મા અભિન્ન છે; એ છોમાં મારા જેવું આત્મતત્વ છે અને મારામાં એમનાં જેવું આત્મતત્ત્વ છે; આવી આત્મવત્ ભાવનાથી પ્રેરાઈને, પ્રાણી માત્રને જોઈ સહુ કષ્ટોનું નિરાકરણ કરવું, એ આધ્યાત્મિક્તાના ક્ષેત્રમાં આવે છે. વિશ્વના સમસ્ત પ્રાણીઓ સુધી પહોંચવા માટે ત્રણ શ્રેણિએ જવું પડશે –(૧) વ્યક્તિ (૨) સમાજ (૩) સમષ્ટિ વ્યકિતથી માનવસમાજ સુધી પહોંચ્યા બાદ; પ્રાણીમાત્ર સાથે આત્મીયતા ભર્યો વહેવાર થશે.
આધ્યાત્મિક વહેવારને અર્થ એ છે કે જેને એવું ભાન થઈ જશે કે જે મારો આત્મા છે તે બીજાને છે; જેમ મને પ્રતિકૂળતામાં દુ:ખ અને અનુકૂળતામાં સુખ થાય છે તેમ બીજાને થાય છે. એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com