________________
૨૦૬
કે સમર્થ રામદાસની જેમ સંસ્કૃતિ રક્ષાનું કામ કરી શકશે. બાકી તે પૂર્વાચાર્યોના નામે ચરી ખાનારાજ વધારે મળશે. તેમને અપ્રતિષ્ઠિત કરવા માટે સાચા અને સારા સાધુ-સાધ્વીઓએ આગળ આવવું પડશે. આજે જો કે પરિસ્થિતિ નિરાશાજનક લાગે છે છતાં વન-ઉપવન અને તીર્થસ્થાનોમાં આશ્રમો બાંધીને પણ કંઈક ઉપકારી થવાની અને સંસ્કૃતિ રક્ષા કરવાની ભાવના તેમજ કાર્ય સાધુસંસ્થા કરતી રહી છે, પણ હવે નવા યુગનાં અનુસંધાનમાં ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીઓ જાગે અને સંસ્કૃતિનું પુનઃ નિર્માણ કરે તો આખા સમાજને સામી દિશા સૂઝશે અને બધું ઠેકાણે પડવા લાગશે.” નવેસરથી સંસ્કૃતિનું સંશાધન :
શ્રી. દેવજીભાઈ: “અત્યારસુધી જૈન સાધુઓ માટે જે કે વેદ-વિજ્ઞાતા” હોવું જરૂરી છતાં કેવળ વ્યક્તિગત સાધનાની જ વાતે સાંભળવા મળી છે. તેના બદલે આજે ભારતીય સંસ્કૃતિનું જે વ્યવસ્થિત ચિત્ર સાંભળવા મળ્યું તે અગાઉ બીજા સાધુઓ પાસેથી સાંભળવા મળ્યું નથી.
સાધુઓ અને માતાઓ ઉપર સંસ્કૃતિને મોટો આધાર છે. આજે ક્રિયા-પાઠો વ. ભણાવવામાં આવે છે પણ તેના ઊંડાણમાં કોઈ ઊતરતું નથી. આ વિશાળ માનવસમાજ સામે હોવા છતાં તે તરફ લક્ષ ન હેવાથી મકાન ઊંચું પણ પાયા વગરનું એવું કામ થાય છે.
આજે ચોમેર સંસ્કૃતિના નામે અસંસ્કૃતિમાં ફેલાયેલી છે. તે, ધર્મ અને સંસ્કૃતિના સ્તંભ સમા સાધુસન્યાસીઓ અને માતાઓ નવેસરથી સંસ્કૃતિનું સંશોધન કરી તેને જગતમાં ફેલાવે.” નારી શક્તિની વધારે જવાબદારી :
પૂ. દંડી સ્વામી : વેદિક ગ્રંથો પ્રમાણે કર્યું તે વર્ણ, આશ્રમ, પુરૂષાર્થ એ બાર તાજ સંસ્કૃતિનાં મુખ્ય છે. એનાં ઉપર જાળાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com