________________
૨૦૮
આ રીતે મારા મનમાં શંકરાચાર્યને હું વંશ જ અનુયાયી સન્યાસી છતાંયે બુદ્ધ ભગવાનને વધારે માનું છું. કારણકે બુદ્ધ પ્રછન્ન શક્તિ એટલે કે શક્તિમાતાના ઉપાસક હતા અને શંકરાચાર્ય પ્રચ્છન્ન બૌદ્ધ એટલે તેને તાળો મળી રહે છે. નારી પણ શકિતનું પ્રતીક છે. તેને સંસ્કૃતિ–રક્ષિણી બનાવવામાં આવે તે ઘણું કાર્ય થઈ શકે.” સંસ્કૃતિ રક્ષામાં સ્ત્રી સર્વોપરી
દેવજીભાઈ: સંસ્કૃતિ રક્ષણમાં સ્ત્રી સર્વોપરી છે. વહેવારમાં પણ ગમે તેટલાં કષ્ટ સહીને, ગરીબાઈમાં રહીને પણ, મહેનત અને નીતિમય જીવન જીવી બાળકોમાં જે સંસ્કાર સ્ત્રી રેડે છે અને ઉછેરે છે તે પુરૂષ કરી શક્તો નથી. એટલે તેમના માધ્યમથી જ સાધુઓએ આગળ વધવાનું છે. ચંદનબાળા વગેરેને તૈયાર કરીને જ ભગવાન મહાવીરે કેટલો મોટો ફાળે સંસ્કૃતિ અંગે આપ્યો હતો? ગાંધીયુગમાં પણ જાગૃત-નારીના કારણે ફતેહ મળી હતી; એજ સ્ત્રીશક્તિને જગાડતા. આપણને પણ ફતેહ મળશે.” સાચી નારીપૂજા–એટલે સંસ્કૃતિનું પ્રથમ ચરણ
પૂ. નેમિમુનિ: “સાંસ્કૃતિક ક્ષેત્રે સાધુ સંસ્થાની ઉપયોગિતાને પ્રશ્ન વિચારતાંની સાથે જ ક્રાંતિપ્રિય સાધુઓ આગળ નારી પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવીને ઊભે રહે છે. સર્વ પ્રથમ તેમણે સાધ્વીઓ અને સાધિકાઓને ઘડવી પડશે; ત્યારેજ એ ઘડાયેલી નારીઓ સમાજના અને વિશ્વના પ્રશ્નો ઉકેલવામાં જમ્બર ફાળો આપી શકશે.
મનુસ્મૃતિનું આ વાકય “જ્યાં નારી પૂજાય છે ત્યાં દિવ્ય બાળકે ક્રીડા કરે છે અથવા દિવ્યતા પ્રસરે છે અને જ્યાં નથી પૂજાતી ત્યાં બધી ક્રિયા અફળ થાય છે.” આ એકજ લેક; નારી અંગે અનુભવ યુક્ત શાસ્ત્રનું પ્રમાણ પત્ર છે. એટલે બીજાં બધાં વાક્ય નિરર્થક ઠરે છે.
આજનો સુધરેલો સભ્ય સમાજ “ladies first” કહીને નારીને પ્રતિષ્ઠા આપવામાં માને છે ખરે, પણ જેમ ગાયને પૂજવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com