________________
૨૦૨
વાતાવરણ પેદા કરશે. આજે ચારેય આશ્રમમાં બ્રહ્મચર્યનું સ્થાન હચમચી ગયું છે. કારણકે વિદ્યાર્થીઆલમ સાથે સાધુ સંસ્થાને સંપર્ક કેવળ વ્યાખ્યાન ભાષણ સુધી જ રહ્યો છે. તેમના જીવનમાં સંયમ, સાદાઈ અને શીલ કેમ આવે એ તરફ બહુ ઓછું ધ્યાન અપાય છે. વિદ્યાર્થીઆલમમાં ચારિત્ર્યના પાયા નબળા બનવામાં અમૂક અંશે આ કારણે પણ જવાબદાર છે –(૧) માતાપિતા બાળકોને ચારિત્ર્યવાન બનાવવાના બદલે કમાઉ છોકરો બનાવવાને ઉદ્દેશ રાખે છે. (૨) લગ્ન કરવામાં મુશ્કેલી નડશે એ કારણસર છોકરીઓને એવાં વિદ્યાલયોમાં મોકલે છે. જ્યાંનું વાતાવરણ ગંદુ હોય છે (૩) તે ઉપરાંત પશ્ચિમના પવન પ્રમાણે આજના વિદ્યાર્થીઆલમમાં ચારિત્ર્ય ભંગને હિમ્મતવાળું પગલું ગણવામાં આવે છે અને તે ભયંકર પણ સાહસિક ફેશન થઈ ગઈ છે. (૪) ઉચ્ચ શિક્ષણ માટે પરદેશ જતાં વિદ્યાર્થીઓ ત્યાંના કુત્સિત સંસ્કારો લઈને પાછા ફરે છે. આના સંદર્ભમાં એટલું જણાવવું બસ થશે કે ઈગ્લાંડ તેમજ અમેરિકાની કેટલીક કુમારિકાઓ પિતાનું કૌમાર્ય ભંગ થયું છે તે અંગે અમૂક રંગની પટ્ટી લગાડવામાં પિતાની શાન સમજે છે.
આમ શીલ રક્ષા તેમજ શીલ-આચારને પ્રશ્ન વ્યક્તિગત રહ્યો નથી પણ ભાવિ પ્રજાના ઘડતર માટે વિચારણીય પ્રશ્ન બની ગયો છે. તે માટે સાધુ સંસ્થાએ સંગઠિત રીતે પ્રયત્ન કરવા પડશે. આજે શીલરક્ષા અંગે કેટલાંક જ્વલંત પ્રશ્નો નીચે મુજબ છે:
(૧) વેશ્યા બહેનેને પ્રશ્ન અને તેની સાથે અનિતીએ જીવન જીવતી સમાજ સુંદરીઓને પ્રશ્ન?
(૨) કૃત્રિમ સંતતિ નિયમનને પ્રશ્ન ? (૩) વિદ્યાર્થી જગતમાં બ્રહ્મચર્યને પ્રશ્ન?
(૪) ગૃહસ્થાશ્રમમાં સંતિત મર્યાદા અગર બ્રહ્મચર્ય પાળવાનો પ્રશ્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com