________________
૨૦૧
સંગઠન કરીને સંસ્કૃતિ રક્ષા
આજે સંદર્ભ બદલાયો છે અને અગાઉ વ્યક્તિગત રીતે આચાર્યોએ પ્રયાસ કર્યા અને સફળ થયા તે ખરૂ પણ હવે સંગઠિત પ્રયાસ એ દિશામાં કરવો જોઈએ. માટે જૂના જ્ઞાતિસંગઠને જે માત્ર કોમી સંગઠનો જેવાં અતડાં અને અસ્પૃશ્યવાદી બની ગયાં છે તેની નવી ઢબે જે વર્ણવ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા ગાંધીજીએ ગોઠવી હતી તે રીતે ગોઠવવી પડશે. નવાયુગના બ્રાહ્મણે લોકસેવકો રચનાત્મક કાર્યકરે હશે. તેમનું સર્વાગી શુદ્ધ દૃષ્ટિએ નૈતિક સંગઠન કરવું પડશે. એવી જ રીતે શાંતિ સૈનિકો અને સત્યાગ્રહીઓ રૂપે નવાં ક્ષત્રિયોનાં સંગઠને કરવો પડશે. તેમજ વૈશ્ય અને શુદ્રના લોકસંગઠને (ગ્રામસંગઠને અને નગર સંગઠનો ઊભાં કરવાં પડશે. આ લોકસેવક સંગઠને અને લોકસંગઠને ઊભાં કરી, ઘડતર કરવું પડશે. તેમજ પ્રેરણા અને માર્ગદર્શન આપવાં પડશે; તેમજ એ બન્ને દ્વારા સંસ્કૃતિ રક્ષાનું ભગીરથ કાર્ય કરાવવું પડશે. માતાઓનાં નૈતિક સંગઠને જુદાં કરવાં પડશે જેથી સંસ્કૃતિ રક્ષાનું કાર્ય, કુટુંબ, સમાજ અને રાષ્ટ્રમાં થઈ શકે. રાષ્ટ્રની ક્ષત્રિય સંસ્થા તરીકે, ગાંધીજી દ્વારા ઘડાયેલી અને તપ, ત્યાગ તથા અહિંસાનું સિંચન પામેલી સુદઢ રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ) રહેશે. એના ઉપર લોકસંગઠન અને લોકસેવક સંગઠનેને અંકુશ રહેશે. આમ નવી વર્ણવ્યવસ્થા રાખવાથી જ સંસ્કૃતિની રક્ષાનું કાર્ય થઈ શકશે.
એજ રીતે આશ્રમ વ્યવસ્થા નવી ઢબે ગોઠવવી પડશે અને દરેક આશ્રમમાં શીલને પ્રધાનતા આપવી પડશે. બ્રહ્મચર્યાશ્રમ કેવળ પ્રથમ પચ્ચીસી સુધી જ નહીં, પણ પછીયે પાળી શકાશે. ગૃહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્યનાં નવાં મૂલ્ય સ્થાપવાં પડશે અને જેમ ગાંધીજીએ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં બ્રહ્મચર્ય પૂર્વક વાનપ્રસ્થાશ્રમનું કાર્ય કર્યું હતું તે રીતે વાનપ્રસ્થાશ્રમને પણ પુનરૂદ્ધાર કરવો પડશે. હવે વાનપ્રસ્થાશ્રમી લોકો વનમાં નહીં જાય પણ લોક-વાસી બનશે અને લોકસેવા કરશે. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ દંપતિઓ સંયમ, સાદાઈ અને શીલનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com