________________
૧૯૯
નથી. આજે કેટલીક સવર્ણ અને ધર્મધારી કુલીન ઘરની બહેને આપધાત કરે છે; દુરાચાર તરફ વળે છે કે વેશ્યા બને છે, તે તરફ સાધુસંસ્થા ધ્યાન આપે છે ખરી? એમના માટે સ્થૂલિભદ્રનું ઉદાહરણ ન વિસરાય તેવું છે કે તેમણે સમાજની નિંદાની પરવાહ કર્યા વગર કેશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરી તેના જીવનમાં એકદમ પરિવર્તન આણું તેને શીલ મર્યાદાના સુરક્ષિત અને નિરાપદ માર્ગે દોરી હતી. આજે પતિત અને દલિત નારીના ઉદ્ધાર માટે કોણ એવો પ્રયત્ન કરે છે? સંસ્કૃતિના આઠ અંગે :
જ્યારે સંસ્કૃતિ રક્ષાની વાત આવે છે ત્યારે સ્વાભાવિક રીતે, પ્રશ્ન એ ઉઠશે કે સંસ્કૃતિનું ક્ષેત્ર મેટું છે અને આખા વિશ્વમાં સંસ્કૃતિની રક્ષા કરવાની છે. તો એ સંસ્કૃતિ અંગે સ્પષ્ટ માર્ગદર્શન કે વિવેચન ન થાય તે કઈ રીતે ખબર પડે ?
આમ તે ભારતીય સંસ્કૃતિના ૮ અંગે ઉપર પૂ. સંતબાલજીએ વિવેચન કર્યું જ છે એટલે એ વિષે કહેવાનું નથી. પણ એ ૮ અંગોમાંથી મેં જે દશ મુદ્દાઓ તારવ્યા છે તે આ પ્રમાણે છે –
(૧) ગુણ કર્મથી વર્ણાશ્રમ વ્યવસ્થા. (૨) ચારે આશ્રમમાં શીલ નિષ્ઠા. (૩) ગોવંશ, ભૂમિ અને માતજાતિ પ્રત્યે આદરભાવ. (૪) માતા-પિતા-આચાર્ય અને અતિથિ પ્રત્યે સન્માનભાવ. (૫) પ્રમાણિક છવન-વહેવાર. (૬) લોકભાષા દ્વારા શિક્ષણ સંસ્કાર. (૭) શ્રમનિષ્ઠા અને શ્રમજીવીઓની પ્રતિષ્ઠા. (૮) અનામણ શીલતા. (૮) જાતિ, જ્ઞાતિ કે આંધળી રાષ્ટ્રીયતાથી ઉપર ઊડીને બધા . છ અને સવિશેષે માન પ્રતિ આભૌપમ્ય ભાવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com