________________
૧૯૮
નમિરાજ અને ચંદ્રયશ, બને સહેદરભાઈએ નજીવી બાબતસર એકબીજા ઉપર આક્રમણ કરવાના હતા ત્યારે સાધ્વી મયણરેહાં, બને ભાઈઓને યુદ્ધના મેદાનમાં સમજાવવા અને સંસ્કૃતિની રક્ષા કરવા ગયા. ત્યારે શું એ સાધ્વી પિતાની મર્યાદા ચૂકી ગયા હતા. જવલંત ઉદાહરણ :
એથી યે જવલંત ઉદાહરણકાલિકાચાર્યનું છે. ઉજજેનને ગદજિલ્લા રાજા તેમની સંસાર પક્ષેની બહેન સાધ્વી સરસ્વતીનું હરણ કરી અંતઃપુરમાં પૂરી દે છે અને જ્યારે ઉજજૈનીનાં શ્રાવકે કે બ્રાહ્મણે કંઈ પણ ન કરી શક્યા ત્યારે કાલિકાચાર્ય જાતે રાજાને સમજાવવા ગયા. પણ રાજા ન માન્યો. ત્યારે સિંધુ સૌ વીર દેશના શકરાજાને સસૈન્ય તેડી લાવે છે અને રાજાને હરાવી સાધ્વીને છોડાવે છે. ત્યારબાદ પણ સંધ પાછે એમને આચાર્ય બનાવે છે. ઉપાશ્રય બહાર કંઈપણ ન થઈ શકે એમ કહેનારાઓ માટે આ ગૌરવગાથા કંઈક કરી છૂટવાની અજબ પ્રેરણા આપે છે.
સંસ્કૃતિના તો નષ્ટ થતાં હતાં અને બ્રાહ્મણે બેદરકાર બન્યા હતા ત્યારે આચાર્ય હરિભદ્રસૂરિએ પિરવાલ જ્ઞાતિ, રત્નપ્રભસૂરિએ ઓસવાલ જ્ઞાતિ, લોહાચાર્ય અગ્રવાલ જ્ઞાતિ અને જિનસેનાચાર્ય ખંડેવાલ; શ્રીમાળી જ્ઞાતિ દ્વારા સંસ્કૃતિ રક્ષાનું કામ કર્યું જ હતું. એ ભગીરથ કાર્ય કેવળ ઉપાશ્રયમાં રહીને કે વ્યાખ્યાને દ્વારા નહેતું થયું પણ સાંસ્કૃતિક ક્ષેત્રે પિતાને કંઈક કરી છૂટવાની ભાવનાથી થયું હતું.
પ્રાણના ભોગે પણ શીલરક્ષા કરવાની પ્રેરણું મહાન સ્ત્રીઓને સાધુસંસ્થા તરફથી જ મળી છે. આજે પણ ગૃહસ્થાશ્રમમાં રહેલાં શીલવતી, બ્રહ્મચારિણી, તેજસ્વી લોક સેવિકાઓ કે વિધવા બહેનોને શીલ ઉજજવળ રાખી સંસ્કૃતિની રક્ષા કરવાની પ્રેરણા તેમણે જ આપવાની છે. કેવળ વિધવા બહેનું અપમાન થાય તે અંગે મૌન સેવવું કે પછી તેને સાંપ્રદાયિક સાધ્વીપણું અપાવવું એમાંજ એ કર્તવ્યની અંતિથી થઈ જતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com