________________
૧૯૬
ભારતને જ નહીં, પણ આખા વિશ્વને નજર સામે રાખ્યું છે. બીજા દેશોમાં જ્યારે રાષ્ટ્રભક્તિના નામે રાષ્ટ્રીય અંધતાને અને સાંકડા રાષ્ટ્રવાદને પોષવામાં આવ્યો છે અને પોતાને જ રાષ્ટ્રને મા-બાપ માનીને ચાલવા સુધી એ રાષ્ટ્ર પોંચ્યા છે ત્યારે ભારતે તે પહેલાંથી જ
માતાભૂમિ ઃ પુડહું પૃથિવ્યા: “ આ આખી પૃથ્વી મારી માતા છે અને હું એને પુત્ર છું” એવી દષ્ટિ રાખી છે અને એ રીતે પૃથ્વી ઉપર વસતા અલગ અલગ માનવને પૃથ્વીપુત્ર માની બંધુ ગયા છે એટલે સમગ્ર સંસારના લોકો સાથે વિશ્વબંધુત્વની ભાવના ભારતની સંસ્કૃતિના પ્રથમ ચરણથી જ રાખવામાં આવી છે. એટલે જ ઋષિઓએ કહ્યું છે –
स्वं स्वं चरित्रं शिक्षेरन् पृथिव्यां सर्वमानवाः
–આ પૃથ્વી ઉપર રહેતા સર્વ માનવે પિતતાના ચારિત્ર્યને અભ્યાસ કરે. વિશ્વ-સંસ્કૃતિની રક્ષક સાધુસંસ્થા : - વિશ્વ વાત્સલ્યનું સાંસ્કૃતિક ક્ષેત્રે એકમ આખું વિશ્વ માન્યું છે. એટલે સાંસ્કૃતિક ક્ષેત્રે ઉપયોગિતા સિદ્ધ કરવા માટે સાધુઓએ આખા વિશ્વફલકને સામે રાખી; જ્યાં જ્યાં સંસ્કૃતિને નાશ થતો હોય, તેનાં તો ખૂટતાં હોય ત્યાં ત્યાં સંસ્કૃતિની રક્ષા માટે સતત પુરુષાર્થ કરવો જોઈએ. ધર્મ બીજ છે તે સંસ્કૃતિ તેનું ફળ છે. સંસ્કૃતિનાં તો ખાવાશે તો ધર્મ કયાં ટકશે? ધર્મરૂપી મૂળ જ જે ઉખડી જાય તે સંપ્રદાયરૂપી ડાળીએ કેટલા દિવસ સુધી બેસી શકાશે? ધર્મ રંગ અને પીંછીથી વિશ્વમાં સંસ્કૃતિનું ચિત્ર દોરે છે પણ જે ચિત્ર માટેની ભૂમિ સમ કે અનુકૂળ નહિ હોય તો ચિત્ર કયાં દેરશે ? એટલે સાધુસંસ્થા આની ઉપેક્ષા કરશે કે ઉદાસીન રહેશે તો ચાલશે નહીં.
ભારતમાં શરૂઆતથી સંસ્કૃતિની રક્ષાનું કામ કુટુંબમાં માતાઓને, સમાજમાં બ્રાહ્મણે અને ક્ષત્રિયોને તેમ જ આખા વિશ્વમાં સાધુસંસ્થાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com